Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રૈયાધારથી નિવેદ કરવા કોઠી ગામે જતાં લાલા ભરવાડનું બળદ સાથે બાઇક અથડાતાં મોતઃ ભત્રીજા અને મિત્રને ઇજા

વાંકાનેરના રંગપર ગામ પાસે રાત્રે બનાવઃ મૃતક યુવાન નમકીનનો સેલ્સમેન હતોઃ સાથેના રવિ ચાવડા અને રાહુલ મીર સારવાર હેઠળઃ બાઇક પર ત્રણ સવારીમાં જતા'તાઃ લાલાના મોતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કલ્પાંત

અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા લાલા ચાવડાનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૭: વાંકાનેરના રંગપર ગામ પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે   બળદ સાથે બાઇક અથડાતાં બાઇક ચાલક રૈયાધારના ભરવાડ યુવાન, તેના ભત્રીજા અને મિત્રને ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ એકનું મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. ત્રણેય વાંકાનેરના કોઠી ગામે આઠમ-નોમના નિવેદ કરવા માટે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતો અને બાલાજી વેફર્સમાં સેલ્સમેન તરીકે કામ કરતો લાલા દામાભાઇ ચાવડા (ઉ.૨૪) ગત રાતે રાજકોટથી કોઠી ગામે આઠમ-નોમના માતાજીના નિવેદન હોઇ ત્યાં જવા માટે પોતાનું બાઇક લઇને નીકળ્યો હતો. તેની સાથે તેનો ભત્રીજો રવિ ભવાનભાઇ    ચાવડા (ઉ.૨૩) તથા મિત્ર રાહુલ સોંડાભાઇ મીર (ઉ.૨૨) પણ જોડાયા હતાં. ત્રણેય રાત્રીના સાડા અગિયારેક વાગ્યે વાંકાનેરના રંગપર ગામ પાસે પહોંચ્યા ત્યારે અચાનક રોડ પર બળદ દોડી આવતાં બાઇક તેની સાથે અથડાતાં ચાલક લાલા ચાવડા, ભત્રીજો અને મિત્ર ત્રણેય ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી.

લોકો એકઠા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં ત્રણેયને વાંકાનેર હોસ્પિટલે ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ લાલાને તબિબે નિષ્પ્રાણ  જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર લાલા ચાવડા બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને બાલાજી વેફર્સના સેલ્સમેન તરીકે કામ કરતો હતો. તેની સાથે ઘાયલ થયેલા બંને પણ આ કામ કરે છે. લાલાના મૃત્યુથી દોઢ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો છે. તેના પિતા નિવૃત જીવન જીવે છે. ઘાયલ થયેલામાં રવિ ચાવડા લાખેશ્વર સોસાયટીમાં રહે છે અને રાહુલ ઇન્દિરાનગરમાં રહે છે.

(11:37 am IST)
  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST

  • લખનૌ-આગ્રા એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ કાર ટકરાતા ભાજપના ધારાસભ્યના ભાઈ-બહેન અને બે ભાણેજના કરૂણમોત : એક ગંભીર: ઉન્નાવ જિલ્લાના હ્સનગંજ ક્ષેત્રમાં ગમખ્વાર અકસ્માત માં ગોઉંડા જિલ્લાના મેહનોં વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનય દ્વિવેદીના પિતરાઈ ભાઈ બહેન અને બે ભાણેજોના કરૂણમોત access_time 1:04 am IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST