Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પ્રેમલગ્ન પછી માતા-પિતા બોલાવતાં ન હોવાથી મોરબી જીવાપરમાં ઝેર પી લેનાર રશિતાનું મોત

મુળ મધ્યપ્રદેશની યુવતિએ ૮ મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં અને હાલ સગર્ભા હતી

રાજકોટ તા. ૭: મોરબીના જીવાપરમાં ચંદુભાઇ પટેલની વાડીમાં પતિ સહિતના પરિવારજનો સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની આદિવાસી નવોઢા રશિતા સંદિપ માવડા (ઉ.૨૩)એ શુક્રવારે બપોરે વાડીએ ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રશિતાએ આઠ મહિના પહેલા જ પોતાના જ ગામના સંદિપ સાથે લવમેરેજ કર્યા હતાં અને હાલમાં તેણી સગર્ભા હતી. આ લગ્નથી તેણીના માવતર પક્ષના લોકો નારાજ હોઇ તેણીને બોલાવતાં ન હોવાથી માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાનું તેના પતિએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)
  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST