Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ફરી આંદોલન કરશેઃ ૧૩મીએ રાજ્યભરના સંચાલકોની મીટીંગ

રાજકોટ,તા.૭:કેટલાય વર્ષો થી મધ્યાહન ભોજન કર્મચારીઓ આર્થિક રીતે શોષાઈ રહ્યા છે, તેમને નથી કાયમી કરવામાં આવી રહ્યા, તેમને પગાર વધારો નથી આપવામાં આવી રહ્યો,

કેટલીક જગ્યાએતો અક્ષય પાત્ર જેવી સંસ્થાઓ અથવા એનજીઓ દ્વારા આંખે આખી યોજના ને પોતાના હસ્તક લઈ કેટલાય હજ્જારો સંચાલકો ને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે..

આજ થી બે વર્ષ પહેલાં મહેસાણા માં એક સફળ આંદોલન થયું હતું જેમાં મધ્યાહ્રન ભોજન ના સંચાલકો ને લગભગ ૬૦૦રૂપિયા પગાર વધારો મળ્યો છે. પરંતુ સંચાલકો ની એકતા અલગ અલગ મંડળો માં વહેંચાયેલી હોવા થી ધાર્યું રિજલ્ટ કયારેય મળ્યું નથી,દરેક આંદોલન નું એપી સેન્ટર હંમેશા મહેસાણા રહ્યું છે , એવા સઁજોગો માં સંચાલકો ની એકતા કરવાનું બીડું મહેસાણા ના આંદોલનકારી પિયુષ વ્યાસે ઝડપ્યું છે, આગામી તારીખ ૧૩દ્ગચ રવિવારે તમામ સંચાલકો ને, મંડળો ને એકતા મિટિંગ માં હાજર રહેવા આહવાન કર્યું છે,

તેઓ એ સંચાલકો ની રજુઆત ની સફળ અને તટસ્થ ફોર્મ્યુલા શોધી કાઢી છે, જેથી ધાર્યું પરિણામ મેળવી શકાય, આ મિટિંગ માં તેમને અત્યાર સુધી માં અન્ય બે મંડળ ના પ્રમુખ કિશોરભાઈ જોશી અને પાતરભાઈ નું સમર્થન મળી ચૂકયું છે, અને તેમનો દાવો છે કે લગભગ ૧૫ થી ૨૦ જિલ્લા ના પ્રતિનિધિ ઓ હાજર રહેશે,

આ સમગ્ર એકતા મિટિંગ ને'મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચ'નામ આપવામાં આવ્યું છે,તેમના કહેવા પ્રમાણે આ મંચ માં ના કોઈ પ્રમુખ હશે ના કોઈ મંત્રી, દરેક વ્યકિત કાર્યકર રહેશે, અને દરેક સંચાલક પ્રમુખ, તા ૧૩.૧૦ ના રોજ રણનીતિ તૈયાર કરી , સરકાર શ્રી ને તેમની રજુઆત અને માંગ પહોંચાડી દેવામાં આવશે..માંગણીઓ કામના કલાકો વધારી કાયમી કરો વેતન વધારો કરો અનાજ પૂરતું મળે, પગાર અને પેશગી સમયસર સહિત મોંઘવારી મળે  એનજીઓને કેન્દ્ર આપવાનો નિયમ કાયમી ધોરણે નાબૂદ થાય  સંચાલક રસોઈયા મદદનીશ ને વીમાકવચ થી સુરક્ષિત કરો  વારસાઈ હક અને મૃત્યુ સહાય નો હક આપો

(11:36 am IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST