Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજકોટ આઈ-વે પ્રોજેક્ટના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

ઈ-મેમો અંગેનીકાર્યવાહી ઝડપી બનાવવા સૂચના

રાજકોટ: મહાનગરપાલિકાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અને ગૌરવ પ્રાપ્ત કરી ચુકેલા "આઈ-વે પ્રોજેક્ટ"ના ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર)ની નવનિયુક્ત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટના તમામ ફંકશન નિહાળી પ્રોજેક્ટ્સની ઝીણામાં ઝીણી વિગતો અને આયોજન સંબંધી વિગતો મેળવી હતી.

  કમિશનરએ મુલાકાત દરમ્યાન ડાઇરેક્ટર (આઈ.ટી)  સંજય ગોહેલ પાસેથી આઈ-વે પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવેલ તમામ પાસાઓની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી. સાથો સાથ કમિશનરએ કંટ્રોલ સેન્ટરના વિશાળ સ્ક્રીન પર લાઈવ સચિત્ર નિદર્શન પણ નિહાળ્યું હતું. જેમાં આઈ-વે પ્રોજેક્ટની મદદથી સમગ્ર શહેરના રાજમાર્ગો અને અન્ય વિસ્તારનું નિરીક્ષણટ્રાફિક મેનેજમેન્ટક્રાઈમ ડીટેક્શનસરકારી મિલકતોની દેખભાળમહાનગરપાલિકાના "સ્કાડા" હેઠળ વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાનું વોટર મેનેજમેન્ટટ્રાફિક નિયમ ભંગ બદલ જનરેટ થતા ઈ-ચલન વગેરેનો સમાવેશ થાય છે.

 દરમ્યાન આ પ્રોજેક્ટના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ઈ-મેમો સંબંધી કામગીરી ઝડપી બનાવવા અને નિયમ ભંગના કિસ્સાઓમાં જે તે આસામીઓ પાસેથી વસૂલ કરવાની થતી દંડની રકમની રિકવરીની કામગીરી પણ વિના વિલંબે આગળ ધપાવવા મ્યુનિ. કમિશનરએ સૂચના આપી હતી.

(9:47 pm IST)