Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

શહેરમાં રોગચાળો અટકાવવા ૮૦૦ ઘરમાં ફોગીંગ

મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરથી થતા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે વિવિધ વિસ્તારમાં કામગીરી

રાજકોટ તા. ૭: મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છરથી થતા વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૬૩ ખાડામાં MLO/BTI દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો, ૪૩૮૦ ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો અને ૮૦૭ ઘરોમાં ફોગીંગ કરવામાં આવેલ.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં જુદાજુદા સ્થળો પર કામગીરી કરવામાં આવી હતી, જેમાં સોહમનગર શેરી નં. ૧ થી ૪, ગાંધી વસાહત સોસા. મે. રોડ, મંછાનગરનું મફતિયું પરૂ, ભીમરાવ નગર, ર, સદભાવના સોસા અને ભગલવતીપરા, બાલકૃષ્ણ સોસા ૧,ર,૩, ગોકુલપરા શેરી નં. ૧ થી ૩, મનહર સોસા. શેરી નં. ૧,ર ભોજલરામ સોસા શેરી નં. પ, મેહુલનગર, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક પ,૬,૭,૮, ધરમ નગર ર, અક્ષરનગર, રામેશ્વર પાર્ક-ર અને ગોલ્ડ એપા., ગાંધીગ્રામ, મેઘમાયા નગર અને ૩,૪ કોટેચાનગર અને રાજ નગર, જાગનાથ પ્લોટ અને ન્યુ કોલેજ વાડી, શિવપરા અને શ્રીજી પાર્ક, મીરાંનગર અને નંદનવન, અમૃતા નગર અને જયોતિ નગર, એવરેસ્ટ પાર્ક-૩, આફ્રિકા કોલોની, લોટસ કોમ્પ્લેક્ષ અને શિવમ પાર્ક, ઉદયનગર ૧૦ થી ૧૪, પુનીતનગર ૪ થી ૬, શનેશ્વર પાર્ક ૧ થી ૪, આકાશદીપ સોસા. ૧,ર,૩ વંદન વાટિકા અને પવનપુત્ર પાર્ક, બેડીનાકા અને હાટકેશ્વર ચોક, છત્રપતિ શિવાજી આવાસ અને રામેશ્વર પાર્ક, રૂખડીયા નકળંગ પરા, ૪, પ, મંગલા રોડ અને પ્રહલાદ પ્લોટ, આશાપુરા અને રામનાથ પરા, વિશ્વનગર અને સરદાર પટેલ ભવન, માલવિયા નગર અને વૈદવાડી ગોપાલનગર, જીલ્લા ગાર્ડન, જમના નગર મેઇન રોડ-૪, બાબરીયા શેરી નં. ર તમામ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી.

(3:49 pm IST)