Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સીટી - બીઆરટીએસ બસના ઓપરેટર, સિકયુરીટી એજન્સી, ફેર કલેકશન એજન્સીઓની બેદરકારી બદલ ૯.૫૩ કરોડનો દંડ ફટકારાયો

રાજકોટઃ શહેરમાં ચાલતી સીટી અને બીઆરટીએસ બસની ઓગષ્ટની કામગીરીનો અહેવાલ જાહેર કરતા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલઃ એક મહિનામાં સીટી બસમાં ૧૧.૩૧ કરોડ તથા બીઆરટીએસ બસમાં ૬.૩૨ કરોડ મુસાફરોએ લાભ લીધોઃ કામમા ક્ષતિ બદલ સીટી બસના ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને રૂ. ૭.૫૯ કરોડ, ફેર કલેકશન એજન્સી ડી.જી. નાકરાણીને રૂ. ૫૩૦૦૦, સિકયુરીટી એજન્સી નેશનલ સિકયુરીટી સર્વિસને રૂ. ૨૯૫૦, બીઆરટીએસ બસના ઓપરેટર માતેશ્વરી ટ્રાવેલ્સને રૂ. ૧.૧૬ કરોડ તથા જે.કે. સિકયુરીટી સર્વિસને ૨૧૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છેઃ સીટીમાં ગેરરીતિ સબબ કુલ ૧૮ કંડકટરોને ફરજમુકત કરવામાં આવ્યા છેઃ સીટી અને બીઆરટીએસ બસમાં ૧૯૨ મુસાફરો ટીકીટ વગર ઝડપાતા ૨૧૦૦૦નો દંડ ફટકારાયો

(3:49 pm IST)