Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કોર્પોરેશનને ૫૦ કરોડનો જનતા મેમોઃ કોંગ્રેસનો આર્શ્ચયજનક કાર્યક્રમ

વોર્ડ નં.૧૩માં રોડ-રસ્તા, આરોગ્ય પ્રશ્ન તાત્કાલીક ઉકેલવા કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની ડે.કમિશ્નરને રજૂઆત

રાજકોટઃ શહેરની પ્રી મોન્સુનની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયેલ મ્યુ. કોર્પોરેશનને વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેેટર જાગૃતીબેન ડાંગર દ્વારા પ૦ કરોડનો  જનતા મેમો આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ અંગે શ્રી નંદાણીને પત્ર પાઠવ્યો હતો. આ અંગ જાગૃતીબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં. ૧૩ ના તમામ રસ્તાઓ તુટી ગયા અને છેલ્લા ૧પ દિવસથી રાજકોટની તમામ ડ્રેનેજો ઉભરાઇ જતી હોય રોડ ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે. પીવાના પાણી સાથે ડ્રેનેજના પાણી ભળી ગયા હોય. ગટરોના પાણીના કારણે પાણીજન્ય રોગચાળો અને ડેન્ગયું-મેલેરીયાના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહયા છે. તમામ જગ્યાએ મનપા નિષ્ફળ રહયાનો આક્ષેપ કર્યો છે. લોકો શુધ્ધ પાણી રોડ ઉપર છોડી નથી શકતા અને ખુદ મનપા રોડ ઉપર ગટરના પાણી છોડી રહયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકો અસંખ્ય હાડમારી ભોગવી રહયા છે. અવાર નવાર મનપા દ્વારા દંડ વસુલી મેમા આપી રહયા છે. લોકોને પ્રાથમીક સુવિધા આપવામાં સંપુર્ણ રીતે મનપા ફેઇલ થયું છે એટલા માટે રાજકોટની જનતા વતી આ પચાસ કરોડ રૂપીયાનો મેમો આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, કોંગી આગેવાન, પ્રભાતભાઇ ડાંગર, રણજીત મુંધવા, કમલેશ કોઠીવાર સહીતના કાર્યકરો તથા વિસ્તારવાસીઓ જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)