Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રૂ. ૧૩ લાખ ૫૦ હજારના ચેક રિટર્ન અંગે આદ્યશકિત પ્રિન્ટીંગ વર્કસવાળા સામે ફરિયાદ

રાજકોટ, તા. ૭ :. ચરખડી મુકામે આદ્યશકિત પ્રિન્ટીંગ વર્કસના નામે ધંધો કરતા મુકેશ ભીખુભાઈ ભુવાને પોતાના ધંધા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા મારૂતિ એન્ટરપ્રાઈઝના માલિક જમનભાઈ મોહનભાઈ બુસા પાસેથી રૂ. ૧૭,૦૦,૦૦૦ની લોન મેળવી બાદ તેમાથી રૂ. ૩,૫૦,૦૦૦ ચુકવી બાકી રહેતી રકમ રૂ. ૧૩,૫૦,૦૦૦ પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા આદ્યશકિત પ્રિન્ટીંગ વર્કસના માલિક વિરૂદ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ થતા આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો રાજકોટ શહેરમાં મારૂતિ એન્ટરપ્રાઈઝના નામે ધીરધારનો ધંધો કરતા જમનભાઈ મોહનભાઈ બુસા પાસેથી ચરખડી મુકામે આદ્યશકિત પ્રિન્ટીંગ વર્કસના નામે ધંધો કરતા અને ન્યુ લાલબહાદુર સોસાયટી, લાલ પાર્ક ચોક, રાજકોટમાં રહેતા આરોપી મુકેશ ભીખુભાઈ ભુવાને પોતાના ધંધા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી ફાઈનાન્સ કંપનીમાંથી ડીસ્કાઉન્ટ વાઉચરની વિગતે રૂ. ૧૭,૦૦,૦૦૦ની લોન મેળવી બાદ તેમાથી રકમ રૂ. ૩,૫૦,૦૦૦ ચુકવી બાકી રહેતી રકમ રૂ. ૧૩,૫૦,૦૦૦ ચુકવવા ચેક ઈસ્યુ કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનુ ફરીયાદી ફાઈનાન્સ કંપનીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવ, પ્રત્યુત્તર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ ન ચુકવતા કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદઈરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી છે.

રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા માટે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજૂઆતો ધ્યાને લઈ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જમનભાઈ બુસા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:47 pm IST)