Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

હરીયાણા સ્થિત કંપની વિરૂદ્ધ ચેક રિટર્ન થતા ફરીયાદઃ ડાયરેકટરને હાજર થવા હુકમ

રાજકોટ તા. ૭ : ગુરૂગામ હરીયાણા સ્થિત એકસ ફલો પંપસ ઇન્ડીયા પ્રા.લી.સામે ચેક રીર્ટનની ફરીયાદમાં સમન્સ ઇસ્યુ કરવાનો અદલાતે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે સોરઠીયા ફાઉન્ડ્રી રાજકોટ દ્વારા ગુરૂગ્રામ હરીયાણા સ્થિત મેકસ ફલો ઇન્ડીયા પ્રા.લી.ના ડાયરેકટર વિરૂદ્ધ રૂ.પ,૦૦,૦૦૦/- ના ચેક રીટર્ન થતા ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલકરેલ અને એવી હકીકતો જણાવેલ કે તહોમતદાર મેકસ ફલો ઇન્ડીયા, પ્રા.લી.દ્વારા વેપારીક સંબંધો કેળવી અરજદાર સંસ્થાને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ અરજદાર સંસ્થા પાસેથી ડીસેમ્બર-૧૭ થી એપ્રિલ ૧૮ દરમ્યાન અલગ અલગ સમયે જોબવર્ક કરાવેલ પરંતુ અરજદાર સંસ્થા તે બાબતે રકમની માંગણી કરતા તહોતમદાર દ્વારા અલગ અલગ તારીખના કુલ રૂ.પ,૦૦,૦૦૦ ના ચેક આપેલ અને ચેક આપતી વખતે વચન વિશ્વાસ આપેલ કે ચેક પાસ થઇ જશે પરંતુ ફરીયાદી સંસ્થા દ્વારા ઉપરોકત ચેક બેંક ખાતામાં નાખતા બંને ચેકો ઇનસફીસીયન્ટ બેલન્સના કારણસર રિર્ટન થતા તહોમતદાર સંસ્થા વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં સસફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને જેમાં નામદાર કોર્ટ દ્વારા મેકસ ફલો ઇન્ડીયા પ્રા.લી.ના ડાયરેકટર નરેશ અરોરાને હાજર થવા સમન્સ કાઢેલ છે. આ કેસમાં સોરઠીયા ફાઉન્ડ્રી રાજકોટ વતી વિદ્વાન ધારાશાસ્ત્રી અનિલ એસ.ગોગીયા, પ્રકાશ એસ.ગોગીયા (ગુજ.હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલ છે.

(3:47 pm IST)