Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર કરતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ, તા. ૭ : સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ પકડાયેલા અમદાવાદ રહેતા આરોપી ફિરોઝ દિલાવરભાઇ ભટ્ટીને જામીન ઉપર મુકત કરવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કરેલ છે.

રાજકોટના ભગવતીપરાના આ કામના ફરીયાદીએ પોતાની સગીર એટલે કે ૧૭ વર્ષ અને ૮ માસની પુત્રીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કમલ ૪,૬,પ(જે)(એલ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ ભગવતીપરા વિસ્તારના રહેવાસી એવા ભોગ બનનારના પિતાએ ગત તા. ૧૦-૪-ર૦૧૯ના રોજ રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષ ૮ મહિનાની સગીર પુત્રીને લગ્ન કરાવની લાલચ આપી બદકામ કરી જવાનાઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ અને પોકસો એકટની કલમ ૪,૬,પ(જે) (એલ) મુજબની ફરીયાદ આપેલ.  ત્યાર બાદ આ કામે આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા સ્પે. પોકસો કોર્ટે જેલ હવાલે કરેલ હતા. ત્યારબાદ આ કામના આરોપીએ આ કામ સબબ જામીન ઉપર મુકત થવા માટે નીચેની અદાલતે આરોપીના જામીન અરજી નામંજુર કરેલ હતી. જેથી આરોપીએ જામીન પર છુટવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી. જેમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના સુકાદાઓ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જાહીદ એન. હિંગોરા તથા ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી એડવોકેટ તરીકે રોકાયેલા હતાં.

(3:47 pm IST)