Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

હુડકો કવાટર અને શિવનગરમાં જુગારધામ પર દરોડો : નવ મહિલા સહિત ૧૩ ઝડપાયા

રાજકોટ, તા. ૭ :  શહેરના હુડકો કવાર્ટરમાં મહિલાના મકાનમાં અને શિવનગરમાં ગઢવી શખ્સના મકાનમાં બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા મહિલાઓ સહિત ૧૩ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ ડામોર, એએસઆઇ પાદરીયા, હેડ કોન્સ. વીરમભાઇ ધગલ,  મોહસીનખાન મલેક, મનોજભાઇ, કેતનભાઇ હરપાલસિંહ, મહેશભમાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે હુડકો કવાર્ટર પાણીના ટાંકા પાસે બ્લોક નં. ઇ-ર-૩૩માં રહેતી હીના દલપતભાઇ દેસાણી (ઉ.વ.૪૯) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા કવાર્ટર માલીક હીના દેસાણી તથા રણછોડનગર-ર૩ ની જોશના નારણભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૩) પોપટપરા શેરી નં. ૪/૬ ની મીના કમલેશભાઇ આહુજા (ઉ.વ.૪ર), લાભદીપ સોસાયટી શેરી નં. રની હીના બકુલભાઇ કોટક (ઉ.વ.૪૪), તીરૂપતિ સોસાયટી-પની ડિમ્પલ પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.૪૦), રેફયુજી કોલોની કવાર્ટર નં. ૧૭૯ ની દયા કાંતીભાઇ લિંબડ (ઉ.વ.૬૦), માર્કેટયાર્ડ પાછળ હુડકો કવાર્ટર પાસે રપ વારીયા કવાર્ટરની મંજુલા કલ્યાણદાસ અગ્રાવત (ઉ.વ.પર), ગાયકવાડી શેરી નં.રની નર્મદા જગદીશભાઇ પરમાર (ઉ.વ.પ૦), અને હસનવાડી મેઇન રોડ પર રહેતી નીરલ ધર્મેશભાઇ રમૈયા (ઉ.વ.૩૩) ને પકડી લઇ રૂ. ૯,૮૦૦ ની રોડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજી દરોડામાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શીવનગર શેરી નં. ૪ માં ભાડે રહેતો રાજેશ ભાયાભાઇ નીલકુવા (ઉ.વ.૪૮) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા રાજેશ તથા ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી-પનો મહેશ રમેશભાઇ બાંભવા (ઉ.વ.૩૦), શીવનગર-૧નો રસીક ગાંડુભાઇ કુંધીયા (ઉ.વ.૪૬) અને કુવાડવાા રોડ મેલડી માતાજીના મંદિરની બાજુમાં રહેતો ચના જીવાભાઇ ધોલરીયા (ઉ.વ.પપ) ને પકડી લઇ રૂ. પ,૧૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(3:46 pm IST)