Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સર્વેશ્વર ચોક ગણેશ મહોત્સવમાં યોજાયો રકતદાન કેમ્પ

રાજકોટઃ  ઠેર-ઠેર ગણપતિ બાપાની ભકિત થતી જોવા મળી રહી છે. આવુ જ કંઇક આયોજન 'સર્વેશ્વર ચોક કા રાજા'ના આયોજકો દ્વારા કરવામાં આવ્યુ છે. અહીં ગણેશોત્સવની  સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આરોગ્યલક્ષી આયોજનો થઇ રહ્યા છે. સર્વેશ્વર ચોક ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ થકી ૧૦૦ બોટલ બ્લડ એકઠું થયું હતું. જેને બ્લડ બેન્કમાં જમા કરાવાયું હતું. સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં ૨૦ જેટલા મહિલા રકતદાતાઓએ બ્લડ ડોનેટ કરી ધાર્મિક ભાથાની સાથે આરોગ્યનું કાર્ય કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સર્વેશ્વર ચોક ખાતે આબેહુબ ગોકુળીયુંં ગામ ઉભું કરવામાં આવ્યું છે જેને નિહાળી દર્શનાર્થીઓ આફરીન પોકારી રહ્યા છે. આ ગણેશોત્સવમાં પ્રથમ દિવસે ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજને હસ્તે મહાઆરતી કરાઇ હતી. જયારે શુક્રવારે થયેલી મહાઆરતી વેળાએ શહેર ભાજપના અગ્રણી અને નગરસેવક કશ્યપભાઇ શુકલ ઉપરાંત સિટી ન્યુઝના નીતનભાઇ નથવાણી, દર્શિતભાઇ જાની સહિતના સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન પાછળ કમિટીના કેતનભાઇ સાપરીયા (પ્રમુખ), જતિનભાઇ માનસતા, અનિલ તન્ના, અલ્લાઉદીનભાઇ કરીયાણીયા, પ્રકાશ પુરોહિત, વિપુલ ગોહેલ, જયેશભાઇ જોષી, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરેન્દ્ર જાની, બહાદુરસિંહ કોટિલા, ગુલાબસિંહ જાડેજા, ચંદ્રસિંહ સોલંકી સહિતના કાર્યકરો મહેનત ઉઠાવી રહ્યા છે.

(3:45 pm IST)