Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

શ્યામ ગ્રુપ દ્વારા સ્વામિનારાયણ ચોકમાં ગણેશોત્સવઃ ૧૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૩ માં સ્વામિનારાયણ ચોકમાં શ્યામ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવમાં વોર્ડ નં. ૧૩ના ભાજપના કોર્પોરેટર નિતિન રામાણીએ સજોડે આરતીનો લ્હાવો લીધો હતો. આ મહોત્સવમાં એક દિવસ ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો હતો. અહીં દરરોજ સવારે ૮ વાગ્યે અને સાંજે ૮ વાગ્યે મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સ્વામિનારાયણ ચોક કા રાજાનું આયોજન નારણભાઇ બોળીયા, મેહુલભાઇ રાઠોડ, યોગેશ સોની, ભુપતભાઇ ચનિયારા તથા ભરતભાઇ બોળીયા દ્વારા કરવામાં આવે છે.

(3:43 pm IST)