Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા કાલે રકતદાન કેમ્પ

કલાસીસ સંચાલકો અને વાલીઓ બહોળી સંખ્યામાં રકતદાન કરશે : દરેક રકતદાતાને સર્ટીફીકેટ અને ટ્રોફી

રાજકોટ તા. ૭ : કોચીંગ કલાસ ઓનર્સ એસોસીએશન દ્વારા કાલે તા. ૮ ના રવિવારે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે આમ તો કાલે રવિવારે એસો.ની જનરલ મીટીંગ છે. પરંતુ એ પુર્વે એટલે કે સવારે  ૯ થી ૧ બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણીમાં હોલ, ચંદ્રેશનગર મેઇન રોડ ખાતે યોજવામાં આવશે. બપોરે ૧ થી ૨ લંચ અને બાદમાં ર થી ૩ એસો.ની જનરલ મીટીંગ મળશે.

રકતદાન કેમ્પમાં એસો.ના સભ્યો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રકતદાન કરશે. કોઇના જીવનને બચાવવા ઉપયોગી રકત વધુ માત્રામાં એકત્ર થાય તે  માટે દરેક કલાસીસ દ્વારા પેમ્પલેટ વિતરણ કરી પ્રચાર કરાશે. ૧૨૫ કલાસીસ દ્વારા અંદાજીત ૫૦૦ બોટલ રકતદાન થાય તેવો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે.

દરેક રકતદાતાઓને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી પ્રોત્સાહીત કરાશે.

એસો.ની મીટીંગના એજન્ડા મુજબ ઝોન વાઇઝ કારોબારી તૈયાર કરાશે. સ્કુલોને નોટીસ આપવા ઝોન વાઇઝ ટીમો તૈયાર કરાશે. રર મીના પ્રવાસ માટે મેમ્બરોની મંજુરીનો ઠરાવ પસાર કરાશે. ડીરેકટરી તેમજ નવા મેમ્બર જોડવા સંબંધી ચર્ચા વિચારણા પણ કરાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોચિંગ કલાસ ઓનર્સ એસો.ના પ્રમુખ પ્રકાશભાઇ કરમચંદાણી (મો.૯૦૩૩૦ ૭૭૭૨૬), એડવાઇઝરી હેડ નિકુંજ ચનાભટ્ટી, ઉપપ્રમુખ ધર્મેશભાઇ છગ, એડવાઇઝરી કમીટીના વિજયભાઇ વસોયા, પી.આર.ઓ. સાગર ઉનડકટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીય)

(3:36 pm IST)