Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાષ્ટ્રીય શાળાના સંગીત વિદ્યાલયમાં ફલુટ (વાંસળી)ના વર્ગો : તજજ્ઞો દ્વારા તાલીમ

તબલા, વોકલ, કથ્થક નૃત્ય અને ભરતનાટ્યમના પણ નિયમિતપણે વર્ગો ચાલુ

રાજકોટ : રાષ્ટ્રીય શાળા સંચાલિત સંગીત વિદ્યાલય અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મીરજ સાથે સંલગ્ન છે. સૌરાષ્ટ્રનું સૌથી જૂનામાં જૂનું સંગીત વિદ્યાલય છે. તેમજ પરીક્ષા કેન્દ્ર પણ ધરાવે છે. પૂ.ગાંધીજીએ સ્થાપિત કરેલ રાષ્ટ્રીય શાળાના સંગીત વિદ્યાલયની મુલાકાતે અનેક નામી કલાકારો આવી ગયેલ છે. આવા માહોલના વાતાવરણમાં સંગીત શિખવુ એ એક લ્હાવો છે. આજ સુધીમાં ઘણા એવા કલાકારો છે જેઓએ અહિંથી સંગીતની વિદ્યા પ્રાપ્ત કરીને ખ્યાતનામ થયેલ છે.

સંગીત વિદ્યાલયમાં હાર્મોનિયમ, ગીટાર, સીન્થેસાઈઝર, તબલા, વોકલ, કથ્થક નૃત્ય તેમજ ભરત નાટ્યમના વર્ગો નિયમિત ચાલુ છે. જેમાં અનુભવી સંગીતજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવે છે.

જેમાં હાલમાં ફલુયટ (બાંસુરી)ના વર્ગો પણ શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને બાંસુરીના એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઈનમઈનાદ બિંદુ ગુરૂકુલ યુનિવર્સિટીના તજજ્ઞ હિમાંશુભાઈ નંદાએ સેવા આપી સમગ્ર વિદ્યાલય સંગીતમય બનાવી દીધેલ. હાલમાં દરેક વિભાગોમાં એડમિશન ચાલુ હોય રવિવાર સિવાય સવારના ૮ થી ૧૦ તેમજ સાંજના ૪ થી ૭ દરમિયાન સંગીતના વર્ગો ચાલી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે ફોન - ૦૨૮૧-૨૪૬૫૪૪૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:36 pm IST)