Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાલે ચૈતાલી છાયાનો સુમધુર કંઠનો જાદુ છવાશે

ત્રિકોણબાગ કા રાજા પંડાલમાં મુળ રાજકોટની હાલ મુંબઈ સ્થિત ઉભરતી : ગાયિકા ચૈતાલી છાયાનો ગજાનન ભકિતનો બે કલાક કાર્યક્રમ

રાજકોટ, તા. ૭ : શહેરના જાણીતા ત્રિકોણબાગ કા રાજાના પંડાલમાં આવતીકાલે રવિવારે ૮:૩૦ વાગ્યે ભકિત ગીતો રજૂ કરશે. ત્રિકોણ બાગ કા રાજા ગણપતી પંડાલને રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્ગાથી પોતાના સુરમધુર અવાજથી રાજકોટની મુંબઈ સ્થિત ઉભરતી ગાયિકા ચૈતાલી છાયા ગજાવશે.

ત્રિકોણબાગ કા રાજા ગણપતી પંડાલમાં રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્યાથી સતત બે કલાક ભકતજનોને ભકિતરસમાં તરબતર કરવા માટે મુંબઈ સ્થિત સીંગર ચૈતાલી છાયા ને ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે. ચૈતાલીની સંગીત સાધનાની ઝલક જોઈએ તો  તેમણે પોતાનો પ્રથમ સ્ટેજ શો ૪ વર્ષની ઉંમરે આપેલ હતો. આમ પ્રોફેશનલ અનુભવ બહુ નાની ઉંમરથી જ તેઓએ મેળવવાનું શરૂ કરી દીધેલ. રાજકોટમાં તેણીએ કલાસીકલ ગાયનની તાલીમ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ એવા શ્રી અનવરખા સાહેબ હાજી તથા તેમના સુપુત્રી કૌશરબેન  પાસેથી મેળવેલ. કલાસીકલ ગાયનની સઘન તાલીમ માટે તેણી કલકત્ત્।ા જઈ અને વધારાની તાલીમ ભારતન જાણિતા કલાસીકલ ગાયક પદ્મશ્રી પંડિત અજય ચક્રવર્તી પાસે લીધેલ છે. હાલમાં તેણી મુંબઈ ખાતે અલગ-અલગ ખ્યાતનામ સંગીત ગુરૂઓ પાસે ફિલ્મી પ્લેબેક તથા કલાસીકલ ગાયનની તાલીમ લઈ રહેલ છે.

હાલમાં તેઓ ધો.૧૨ આર્ટસમાં અભ્યાસ કરી રહેલ છે અને નાની ઉંમરમાં તેઓને તેમની કલાને કારણે તાજેતરમાં રીલીઝ થનારા આયુષ્યમાન ખુરાના સ્ટારર હિન્દી મુવી ડ્રિમગર્લનાં ખૂબ જ પ્રખ્યાત સોંગ 'રાધે-રાધે ઓ' નું મુખડુ ગાનારી ટીમનો ભાગ બનવાનો મોકો મળેલ છે અને તેમનું આ સોંગ હાલ યુ-ટ્યુબ ઉપર ધુમ મચાવી રહ્યું છે.

(3:35 pm IST)