Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગલોબલ ઇન્સ્ટી. ઓફ આયુર્વેદ દ્વારા શિક્ષકદિનની ઉજવણી

ભાવનગર હાઇવે પર આવેલ ગ્લોબલ ઇસ્ટિટયુટ ઓફ આયુર્વેદ ખાતે પ્રથમ અને દ્વીતીય વર્ષ બી.એ.એ.એસ. (આયુર્વેદાચાર્ય) ના જ્ઞાનપીપાસુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરાઇ હતી. ગણેશજીની આરતી ઉતારી સ્ટુડન્ટ કાઉન્સીલની ટીમ દ્વારા ઓડીયો વિઝયુઅલ પ્રેઝન્ટેશન કરાયુ હતુ. કાઉન્સીલ હેડ તરીકે મંથન ભરાડ, ડે. હેડ કુ. સુરભી ભટ્ટી, આસી. હેડ મંથન ભાટીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ઼ચાલન કુ. ભકિતએ સંભાળ્યુ હતુ. આ દરમિયાન સારો દેખાવ કરવા બદલ વિજેતા જાહેર કરાતા પ્રથમ ક્રમે કુ. ખેવના, દ્વીતીય ક્રમે કુ. અવની, તૃતીય ક્રમે હિમાંશુ વિજેતા બનેલ. કુ. કિંજલ અને મિત આશ્વાસન વિજેતા બનલ. સેમીનારમાં ડો. રૂપલબેન, જયદીપભાઇ, કુ. પ્રેરણા દ્વારા વકતવ્ય રજુ કરી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ન વિષે અવગત કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સીઇઓ સિધ્ધાર્થ મહેતા, કોલેજ એડમિનીસ્ટ્રેટર ડો. વિજય તેલંગ, પ્રોગ્રામ કો.ડો. શ્રેયસ ભાલોડીયા, કેમ્પસ એડમીનીસ્ટ્રેટર ડો. મેહુલ જોષીએ જહેમત ઉઠાવી હતી.

(3:27 pm IST)