Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સાર્થમ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કુચીયાદળ મકામે બક્ષીપંચ આશ્રમ શાળામાં બેડીંગ સેટ

રાજકોટ  :  કુચીયાદળ ગામની બક્ષીપંચ આશ્રમ શાળામાં સાર્થમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને બેડીંગ સેટ નંગ-૬૦ (ગાદલા તથા ઓશીકા) આપવાનો કાર્યક્રમ યોજાઇ ગયેલ, તેમાં સ્કુલના ટ્રસ્ટી જગમલભાઇ તથા ટ્રસ્ટના સ્થાપક ડો. અતુલભાઇ જસાણી (ટાઇમ હોસ્પીટલ) તથા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ હાજર રહેલ. ટ્રસ્ટના ટ્રસ્ટી કાનજીભાઇ વિરડીયા (ચ્હૃ.ઝ્ર.ઞ્.પ્. ય્ર્ીસ્ત્ર્ ગ્ર્ીઁત્ત્) હાજર રહી ટ્રસ્ટ વિશેની માહિતી તથા પ્રાસંગીક ઉદ્બોધન કરેલ. આ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી રમેશભાઇ પરમાર, પ્રવિણસિંહ પરમાર હાજર રહી પ્રાસંગીક ઉદ્બોધન કરેલ અને બાળકોને ટ્રસ્ટ દ્વારા ભોજન કરાવેલ. શૈક્ષણિક તથા સામાજીક અને આર્થિક નબળા વિદ્યાર્થીઓને ટ્રસ્ટનો હેતુ મદદ કરવાનો છે. આ અગે પણ ટ્રસ્ટે વાસાવડ મુકામે જઇ દેવપ્રિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અનાથ બાળકોની હોસ્ટેલમાં રહેલી અનાથ વિદ્યાર્થીનીઓને મળી દરેક અનાથ વિદ્યાર્થીનીઓને તેઓની માંગણી મુજબની સ્ટેશનરી તથા ઘઉં અર્પણ કરેલ, ત્યારબાદ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કુચીયાદળ ગામની બક્ષીપંચ આશ્રમ શાળાની મુલાકાત લીધી અને ત્યાંથી આર્થિક રીતે પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ ભણતા હોય તેને બેડીંગ સેટની માંગણી કરતા ૬૦ નંગ બેડીંગ સેટ આ સ્કુલના વિદ્યાર્થીઓને દાનમાં આપેલ છે તે સમયની તસ્વીર

(3:27 pm IST)