Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભોમેશ્વરમાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ ઠાકુરના નિવાસે ૨૩ વર્ષથી વિઘ્નહર્તા દેવની આરાધનાઃ મુંબઇથી આવે છે ઇકો ફ્રેન્ડલી મુર્તિ

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ ઠાકુરના નિવાસસ્થાન ભોમેશ્વરવાડી-૨ ખાતે છેલ્લા ૨૩ વર્ષોથી દૂંદાળાદેવનું સ્થાપન દર વર્ષે થાય છે. આ પરિવારને ત્યાં મુંબઇથી ઇકો ફ્રેન્ડલી મુર્તિ લાવવામાં આવે છે. રણજીતસિંહના કાકા મધુકર ઠાકુર, ગુલાબસિંહ ઠાકુર દાદાની મુર્તિ તથા ડેકોરેશન ટ્રેન મારફત મુંબઇથી લાવે છે. આ મુર્તિનું સ્વરૂપ વિષ્ણુભગવાન જેવું છે. જે શેષનાગની શૈયા પર બિરાજમાન છે. ઠાકુર પરિવારના વડિલશ્રી મધુકર ઠાકુર, ગુલાબસિંહ, ઉમેદસિંહ, રણજીતસિંહ, પરિવારના રાહુલ ઠાકુર, દિવ્યરાજ ઠાકુર, જયદિપસિંહ ઠાકુર, અનિરૂધ્ધસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઇ દવે, જયશ્રીબેન, વૈશાલીબેન, કિરણબેન, કોમલબેન, પૂજાબેન, પ્રિતીબા, ચાંદનીબા, નિધીબા, મીરાબેન, રાજુબલબેન, નયનબેન સહિતના દરરોજ દાદાની આરતી-પૂજા કરી પ્રસાદ વહેંચે છે.

(1:17 pm IST)