Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા ૧૦૦૦ રોપાઓનું વાવેતર

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વન મહોત્સવ-૨૦૧૯ની ઉજવણી અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તરફથી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા સુચના આપતા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સરકારશ્રીના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા અન્ય પોલીસ અધિકારીશ્રી, કર્મચારીઓ, જી.આર.ડી.સભ્યો તથા સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પદાધિકારીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ જી.આર.ડી સભ્યો તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો મળી કુલ ૨૦૮૭ કર્મચારીઓ તથા અલગ અલગ સ્કુલના વિદ્યાર્થીઓ હાજર રહી ૧૦૦૦ રોપાઓ વાવવામાં આવેલ છે. તેમજ વધારે રોપાઓનું વાવેતર થાય તે માટે કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. આમ જુદા-જુદા વિભાગ, શાખાઓ, અને યુનિટ દ્વારા નિષ્ઠા અને ખંતપૂર્વક કામગીરી કરી પર્યાવરણ સબંધીત સરકારશ્રી નાઆ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે. તસ્વીરમાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, ધારાસભ્ય સાગઠીયા તથા અન્ય પોલીસ અધિકારીઓ વૃક્ષારોપણ કરતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં એસ.પી. બલરામ મીણા સ્કુલના બાળકો સાથે દશ્યમાન થાય છે.

(11:54 am IST)