Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પર્વાધિરાજ પર્યુષણમાં તપ દ્વારા પોતાના કર્મો ક્ષય કરનારા ૨૫૪ થી વધુ તપસ્વીના થશે ભાવ ભર્યા સન્માન

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શરણ સંયમ ગ્રહણ માટે હિરલબેનનો કાલે દિક્ષા આજ્ઞા અર્પણ અવસર

રાજકોટઃ તા.૭, સત્યનો બોધ પ્રાપ્ત કરીને આત્મધર્મની પૂર્ણ સમજ મેળવીને એક પછી એક કરતાં ૩૪ આત્માઓ જયારે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં સમગ્ર સંસારનો ત્યાગ કરીને સંયમધર્મની આરાધના કરી રહ્યાં છે ત્યારે કોલકત્ત્।ાની ધરાના સદ્દભાગ્યે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીના પરમ શરણમાં કોલકત્ત્।ાના જ દીકરી શ્રી હિરલબેન કેતનભાઈ જસાણીનો દીક્ષા આજ્ઞા અર્પણ અવસર રવિવારના દિને  કાલે  તા.૮ના મંગલ મુહૂર્તે શ્રી ડુંગર દરબારમાં આયોજિત કરવામાં આવ્યો છે.

પ્રભુ મહાવીરના પ્રથમ અગિયાર ગણધરમાં એક એવા શ્રી સુધર્મા સ્વામીની ૨૬૦૦ વર્ષથી ચાલી આવતી પાટ પરંપરાને ગૌરવ બક્ષનાર એવા ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીના શરણમાં જયારે કોલકત્ત્।ાના વ્હાલસોયી દીકરી પંચ મહાવ્રત ધારણ કરીને આત્મ કલ્યાણ કરવા થનગની રહી છે ત્યારે દીક્ષા આજ્ઞા અર્પણના આ અવસરે માતા-પિતા શ્રી શર્મિલાબેન કેતનભાઈ જસાણી પૂજય ગુરુભગવંત તેમજ છત્રીસ-છત્રીસ સંત-સતીજીઓ અને ચતુર્વિધ સંદ્યની ઉપસ્થિતિમાં દીક્ષા અનુમતિ પત્ર પર મંજુરીના હસ્તાક્ષર કરશે અને પૂજય ગુરુ ભગવંતના કરકમલમાં આજ્ઞા પત્ર અર્પણ કરવાના પરમ કલ્યાણકારી દ્રશ્યો કોલકત્ત્।ાની ધરી પર સર્જાશે.

ઉપરાંતમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીના સાંનિધ્યે ૨૫ માસક્ષમણ તપ, ૬૦ ધર્મચક્ર તપ, સિદ્ઘિતપ, ૩૭ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ ૧૦૮ અટ્ઠાઈ-નવાઈ મળીને ૨૫૪ થી વધારે ભાવિકોએ કરેલી તપશ્ચર્યાની ઉગ્ર આરાધનાનો સન્માન સમારોહ આ અવસરે આયોજિત કરવામાં આવ્યો છે. દેવ-ગુરુની અનન્ય કૃપાધારા સાથે નિર્વિઘ્ને ઉગ્ર તપશ્ચર્યા પરિપૂર્ણ કરનારા એવા એ દરેકે દરેક તપસ્વી આરાધકો સાથે છેલ્લાં એક મહિનાથી દ્રવ્ય તપની આરાધના કરી રહેલાં એવી ૩ વર્ષથી લઈ ૧૫ વર્ષ સુધીના ૮૦થી વધારે બાલ તપસ્વીઓના ભૂરા ભૂરા સન્માન પણ આ અવસરે કરવામાં આવશે.

 એક સાથે ૩૬-૩૬ સંત-સતીજીઓની પાવન ઉપસ્થિતિમાં કોલકત્ત્।ાને પ્રાપ્ત થએલાં સંયમ અનુમોદના અને તપ સન્માનના આ અમૂલ્ય અવસરે લાભ લઈને જીવનને ધન્ય બનાવવા દરેક ભાવિકોને શ્રી પારસધામ સંદ્ય તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.  સમગ્ર કાર્યક્રમ સવારના ૮ કલાકે, શ્રી ડુંગર દરબાર, સરત બોસ રોડ, મિંટો પાર્ક પાસે, કોલકત્ત્।ા ખાતે યોજાશે.

(11:52 am IST)