Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકના ઉપવાસ આંદોલનનો ર૪ કલાકમાં સુખદ અંત લાવોઃ તમામ માંગણીઓ રાજય સરકાર સ્વીકારે

હકારાત્મક નિર્ણય નહીં આવે તો રાજકોટમાં અચોકકસ મુદતના ઉપવાસ આંદોલનની ચીમકીઃ કલેકટરને આવેદન

 રાજકોટ તા. ૭ : અનામત તથા ખેડુતોના દેવા માફી માટે આમરણંાત ઉપવાસ ઉપર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં આજે  ફર્નાડીઝ પાડલીયા દ્વારા આવેદન આપી ર૪ કલાકમાં સુખદ, અંત લાવવા જણાયેલ.

અમદાવાદ ખાતે હાર્દિક પટેલ દ્વારા થઇ રહેલ ઉપવાસ આંદોલનનો આજે ૧૪મો દિવસ હોય છતા રાજયના લોકોના હીતમાં રસકાર કોઇ સહકાર કેસંવેદના દાખવતી ન હોય આથી આ આવેદન આપવાની ફરજ પડેલ હોવાનું જણાવી ઉમેરેલ. કે હાર્દિક પટેલ દ્વારા થઇ રહેલ ઉપવાસ આંદોલનનો ર૪ કલાકમાં સુખદ અંત આવે અને તેમના દ્વારા ગુજરાત સરકાર સમક્ષ જે મુખ્ય ત્રણ માંગ મુકવામાં આવે છ.ે તે પુરી કરવામાં આવે છે.

આવેદનમાંં વધુમાં જણાવ્યા મુજબ આપણો દેશ ખેતી પ્રધાન હોય અને ગુજરાત રાજયનો વિશાળ પ્રમાણના ખેડુતવર્ગ હાલના સમયમાં અનિયમિત વરસાદ અને પુરતા ટેકાના ભાવ ન મળવાને કારણે મુકેલ પરીસ્થિતિમાં મુકાયેલ છે ત્યારે તેમનું સંપૂર્ણ ફરજ માફ કરવું એ ન્યાયના હીતમાં છે, તેમજ અનામતનો પ્રશ્ન લોકોમાં તથા વિદ્યાર્થી વર્ગમાં ખુબજ ગંભીર અસર કરે છે. તેથી આ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય અનિવાર્ય છે.

જો હાર્દીક પટેલ દ્વારા થઇ રહેલ ઉપવાસ આંદોલનનો સુખદ અંત નહી આવે તો ગુજરાતના ખેડૂત વર્ગ અને બેરોજગારીનો માર સહન કરી રહેલ યુવાનોમાં આક્રોશ ફેલાઇ શકે તેવી દહેશત છે. ત્યારે આવા ગંભીર પ્રશ્નોનું ગુજરાત રાજયની જનતાના હીતમાં તાત્કાલીક નિરાકરણ આવવું જોઇએ, જો આગામી ર૪ કલાકમાં આ બાબતે કોઇ હકારાત્મક નિર્ણય નહી લેવામાં આવે તો મારા દ્વારા રાજકોટ ખાતે ચોકકસ મુદતના ઉપવાસ શરૂ કરવામાં આવશે તેવું  પણ ફર્નાન્ડીસ પટેલે આવેદનના અંતમાં જણાવેલ.

(4:38 pm IST)