Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજકોટ સીટી કલબના નવા વર્ષના હોદ્દેદારોઃ ચેરમેન સુરેશભાઈ ઓગાણજા- પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી

રાજકોટ,તા.૭: રાજકોટ સીટી કલબના નામે ચાલતી સર્વ ધર્મના વ્યકિતઓને સાથે રાખી સર્વ ધર્મના લોકો માટે સામાજીક કાર્યો કરતી સંસ્થાના ૨૦૧૮- ૧૯ માટે નવા હોદ્દેદારોની સર્વોમતે નિમણુક કરવામાં આવી હતી.

ક્રિએટીવ ચેમર્બ્સ ખાતે પટેલ કોમ્પ્યુટર્સ સભા હોલમાં રાજકોટ સીટી કબલના સભ્યોની મિટીંગ બળવંતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને મળેલ. જેમાં નવા વર્ષમાં રાજકોટ સીટી કલબ દ્વારા હેલ્ધી બેબી કોમ્પીટીશન, નવરાત્રી દાંડીયારાસ, દિકરીઓ માટે કોમ્પ્યુટર કલાસીસ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, રસોઈ કલાસના શિક્ષણ આપવા અંગેના કાર્યક્રમો નકકી કરી હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી હતી.

જેમાં ચેરમેન પદે સુરેશભાઈ ઓગાણજા, વાઈસ ચેરમેન- બળવંતસિંહ રાઠોડ, હિંમતભાઈ પલસાણા, પ્રમુખ- જીમ્મીભાઈ અડવાણી, ઉપ પ્રમુખ- મનસુખભાઈ વેકરીયા, વિજયભાઈ ગઢીયા, રહિમભાઈ સોરા, જનરલ સેક્રેટરી- હસમુખભાઈ બાંભણિયા, કેતનભાઈ વડાલીયા, જયેશભાઈ વેગડ, યોગેશભાઈ ભુવા, સેક્રેટરી- વિનુભાઈ ભીકડીયા, દિનેશભાઈ દેપરીયા, રાજુભાઈ પલસાણા, દિલીપભાઈ ડેડકીયા, જોઈન્ટ સેક્રેટરી- બી.ટી.કળથીયા, હેંમતસિંહ પઢીયાર, સંજયભાઈ સબાપરા, ખજાનચી- બાબુભાઈ માંકડિયા, કારોબારી- બિપીનભાઈ બેરા, અજયભાઈ દલસાણીયા, આશિષભાઈ વાછાણી, હરેશભાઈ કાનાણી, ભરતભાઈ રેલવાણી, લીનેશભાઈ સગપરીયા, પ્રવીણભાઈ ગાંભવા, દિલીપભાઈ હડીયા, વિપુલભાઈ રાઠોડ, સલાહકાર સમિતી- મહેન્દ્રભાઈ ફળદુ, પુષ્કરભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા, કીરીટભાઈ આદ્રોજા, ડો.ગીરીશભાઈ ભીમાણી, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા), મિતુલભાઈ દોંગા, જયેશભાઈ સોરઠીયા, કાંતિભાઈ ઘેટીયા, નિરજભાઈ પટેલ, મેઘજીભાઈ શીંગાળા, બહાદુરસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ ભગત, સબીરભાઈ પરમાર, લેડીઝ કારોબારીમાં પાયલબેન પટેલ, ધર્મિષ્ઠાબા જાડેજા, સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, પારૂલબેન નારની નિમણુંક કરવામાં આવી હતી.

નવા સભ્યોની નોંધણી માટે પટેલ કોમ્પ્યુટર્સ, ક્રિએટીવ ચેમર્બ્સ, ત્રીજો માળ, કનક રોડ, ભુતખાના પેટ્રોલ પંપ વાળી શેરીમાં, રાજકોટ ખાતે ફોન- ૦૨૮૧- ૨૨૨૭૮૯૮ સંપર્ક કરવા વિંનતી છે. તેમ રાજકોટ સીટી કલબના ચેરમેન- સુરેશ ઓગાણજા તથા પ્રમુખ- જીમ્મીભાઈ અડવાણીની યાદીમાં જણાવેલ છે. તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સંસ્થાના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:37 pm IST)