Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રેસકોર્ષ લવગાર્ડનના ચોકીદારે પાણી વેંચવાની ના પાડતાં કરમશીએ પાણકો માર્યો

સામા પક્ષે ગાયકવાડીના કરમશીની પણ પોતાને ધોકા ફટકારાયાની રાવ

રાજકોટ તા. ૭: રેસકોર્ષ લવ ગાર્ડનમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં અરવિંદભાઇ મોહનલાલ કાછેલા (ઉ.૬૦-રહે. નંદુબાગ-૪, સંત કબીર રોડ) બપોરે બારેક વાગ્યે નોકરી પર હતાં ત્યારે પાણી વેંચવા આવેલા શખ્સ કરમશી કાળુલાલે ઝઘડો કરી માથામાં પાણકો મારી લેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અરવિંદભાઇના કહેવા મુજબ બગીચામાં કરમશી પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓ વેંચવા આવતો હોઇ ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ પાણકો માર્યો હતો. સામા પક્ષે કરમશી કાળુલાલ વઢવાણી (ઉ.૩૦) (રહે. ગાયકવાડી-૫) પણ સારવાર માટે દાખલ થયો હતો. તેણે કહ્યું હતું કે પોતાને પાણી વેંચવાની ના પાડી સિકયુરીટી ગાર્ડએ ધોકાથી માર માર્યો હતો.

પ્ર.નગરના પીએસઆઇ બી.જી. ડાંગરે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:34 pm IST)