Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નાલંદા તીર્થધામમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણીઃ ભાવિકો ઉમટયા

રાજકોટ તા.૭: ગોસંપ્રના સોૈરાષ્ટ્રના સિંહણ બા બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં પ.પર્યુષણ પર્વની ભવ્યતાથી ભવ્ય ઉજવણી ચાલી રહેલ છે. પૂ. મોટા મહાસતીજીની સાધના કુટીરમાં જાપ માટે પડાપડી થઇ રહી છે. રોજ સવારે ૮:૩૦ થી ૯:૧૫ સુધી જિનભકિત તેમા ૧૫ દાતાઓ તરફથી બહુમાન થઇ રહયું છે. ૯:૩૦ થી ૧૦:૩૦ સુધી જુદા-જુદા વિષય ઉપર પૂ. રંજન બાઇ મહાસતીજી, સોનલબાઇ મહાસતીજી, મીનળબાઇ મહાસતીજી, વ્યાખ્યાન ફરમાવી રહયા છે.

વ્યાખ્યાન પુર્ણ થયા લાખેણાં લકી ડ્રો જડતર ડ્રેસના ઇનામ છે તથા મીઠાઇની પ્રભાવના થઇ રહી છે. સાંજે ૬:૪૫ થી ૮:૩૦ સમુહ પ્રતિક્રમણ યોજાઇ છે.

દાતાઓ આગેવાનો શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ, મહિલા મંડળ, સોનલ સહેલી મંડળ બધા ખાસ હાજરી આપી સુંદર સેવા બજાવી રહયા છે તપ- ત્યાગનો માહોલ રચાણો છે. પૂ.મોટા સ્વામિની પવિત્ર ભૂમિ સાધના ભૂમિમા દર્શન વાણીનો લાભ લેવા ભાવિકો ઉમટી પડયા છે.(

(4:27 pm IST)