Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં આત્મીય કોલેજના ગેટ પાસે વિદ્યાર્થીઓના દેખાવો : જોરદાર નારા લાગવ્યા

રાજકોટ : પાસ સંયોજક હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૪માં દિવસ છે. ત્યારે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા ખુદ ખોડલધામનાઙ્ગ નરેશભાઈઙ્ગ પટેલ અમદાવાદ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમા આત્મિય કોલેજના વિધ્યાર્થીઓએ હાર્દિક પટેલના સમર્થનમા ગેરહાજર રહ્યા હતા.સાથે જ આત્મિય કોલેજના ગેટ બહાર ભાજપ હાય હાય અને નરેન્દ્ર મોદી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજઙ્ગજય સરદાર જય સરદારના નારા પણ લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે. તેમ તેમ હાર્દિક પટેલ સાથે લોકોની સહાનુભુતિ વધતી જતી હોઈ તેવુ લાગી રહ્યુ છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ગામડાઓમા લોકો બંધ પાળીને વિરોધ પ્રદર્શીત કરી રહ્યા છે. તો કેટલીંક જગ્યાએ રામ ધુન તો કેટલીંક જગ્યાએ થાળી વેલણ વગાડીને તો કેટલીંક જગ્યાએ રોડ રસ્તા પર ચક્કાજામ કરી હાર્દિકના સમર્થનમા સુત્રોચ્ચાર કરવામા આવી રહ્યા છે. ત્યારે નરેશભાઈઙ્ગ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચેની મુલાકાતમા શુ સામે આવે છે તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે.

(4:26 pm IST)