Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રવિવારે પ્યોર મધ રૂ. ૨૪૦નું કિલો મળશે

રાજકોટ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા : આ ઉપરાંત ફુલછોડના રોપા, શાકભાજી-ફળો, પાપડ, કપડાંન થેલી, એલોવેરા જેલ-જયુસ વગેરે રાહત દરે મળશેેે

મધ (પ્રવાહી સોનું) : અહી માત્ર રૂ. ૨૪૦/- ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે  છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનું અમૃત ગણાય છે. મધ અને રોટલી નાસ્તામાં ખાઇ શકાય. પાણી સાથે અને આદું-લીંબુ સાથે પી શકાય.

ખરખોડી (જીવંતીકા): લુપ્ત થયેલ આ વનસ્પતિ વર્ષો પહેલા દરેક ખેતર વાડીએ હતી લોકો તેના પાંદડા, ફળ અને ફુલ ભરપુર ખાતા તેથી પુષ્કળ પ્રમાણમાં વિટામીન 'એ' મળતું આ વનસ્પતિને ફરીથી ગમે ગામ પહોંચાડવામાં માટેના આ અમારા પ્રયત્નોમાં આપ સહકાર આપશો.

કરમદાઃ આ વનસ્પતિ મોટા ભાગે ગીરનારના જંગલોમાં અને અન્ય જંગલોમાં કુદરતી રીતે ઉગી નીકળે છે. આ ખુબ જ અગત્યની વનસ્પતિ દરેક ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તેવા હેતુથી  તેના રોપાનું વિતરણ રાહતદરે કરવામાં આવશે.

કપડાની થેલી : લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ. ૧૦/, અને ર૦/- અહીં વેચાઇ છે. આની ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ સમયની જરૂરીયાત છે.

કાપડના બોરા અને કાપડના પાથરણા રાહત દરે મળશે.

અગરબતીઓ : ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરાવમાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી  રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડ :  કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોવેરા જયુસ સપ્તચુર્ણ રાહત દરે મળશે : લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

હાથલા થોરના ફળમાંથી બનાવેલા સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦/- ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦/- માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણ : 

(૧) આમળાં પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવું) (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દુધ સાથે લેવું) (૮) કાચી ડેરીનો પાવડર ક૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦% ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે અને તાત્કાલિક સરબત બનાવી શકાય છે અને સ્કૂર્તિ મળે છે અને આ ખેત ખેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ. ૧૦/- મા મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦-પેકેટ આવતા હોય છે.

સુપ : પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે

(૧) પાલક સુપ, કારેલા સુપ, મકાઇના સુપ, ટમેટા સુપ : ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુદ્ધ કરે, વિટામીન-સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૪૫/- લેખે મળશે.

બધા જ સુપો ૧૦૦% નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

આ કાર્યક્રમ  : કોર્પોરેશનનું મેદાન, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, જેડ બલ્યુ શો-રૂમની સામે, રાજકોટ ખાતે

તા. ૯-૯-ર૦૧૮ (દર રવિવારે રાજકોટ) સમય સવારે ૯-૦૦ થી ૧ દરમિયાન યોજાશે.વધારે વિગત માટે વી.ડી. બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

પ્યોર મધ તથા ફુલછોડનું રાહત દરે વિતરણ રવિારે થશે

* હાથ વણાટના દરેક જાતના પાપડ

*વિવિધ જાતના લોખંડના વાણસો મળશે

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

*કઠોળ ફણગાવવાના ડબ્બા રૂ.૫૦/-

(4:23 pm IST)