Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કાળીપાટના ચકચારી ડબલ મર્ડરના પ્રકરણ કલમ ઉમેરવાની અરજી રદ

રાજકોટ તા.૭: કાળીપાટ ગામે થયેલ ડબલ મર્ડર કેસના પ્રકરણમાં ફરીયાદી સવજી દેવજી દરબાર શખ્સોની વિરૂધ્ધ કલમ ૩૨૫નો ઉમેરો કરવા કરેલ અરજીને અદાલતે રદ કરી હતી.

બનાવની ટૂંકી વિગત એવી છે કે કાળીપાટ ગામ બે યુવાનોની હત્યા થયેલી અને સામાપક્ષે જે આરોપીઓ આ એ પેકીના સવદી દેવશીએ પોતાની તથા અન્ય દસ આરોપીઓ ઉપર દરબારોએ હુમલો કરી મારમાર્યાની વળતી ફરીયાદ નોંધાવી હતી. જે ઇ.પી.કો.કલમ-૩૨૪ અન્વયે ક્રોસ કેસ નોંધાયેલ.

આ કેસ ચાલી જતા પુરાવાના અંતે મુળ ફરીયાદી સવજી દેવશીએ દરબારો વિરૂધ્ધભારે કલમ ૩૨૫ (મહાવ્યથા)ની અરજી કરેલી. જેમાં જણાવ્યા મુજબ પોલીસે આરોપી વિરૂધ્ધ તપાસ પુર્ણ કરી આરોપીઓએ એક સંપ થઇ જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદોના ઘરે જઇ ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદોને જીવલેણ ઇજાઓ પહોંચાડવાના ઇરાદે એકસંપ કરી ગુન્હાનિત ઇરાદાથી તેઓના ઘરે જઇ તેઓનો સામન્ય ઇરાદો પાર પાડવા માટે ફરીયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો આપી ફરીયાદીને શરીરના મર્મ ભાગે હથીયારવતી માર મારી ગંભીર ઇજાઓ કરી મારામારી કરેલી.

આ અંગેની તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરેલ. જે અન્વયે અદાલતે આરોપી ઓ વિરૂધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૮ વિગેરે મુજબના ગુન્હાઓ સબબ ચાર્જ સંભળાવેલો. વધુમાં ફરીયાદીએ આપેલા પ્રસ્તુત અરજીમાં દાદ માંગેલ કે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદપક્ષે કુલ ૧૬ સાહેદો તપાસવામાં આવેલ છે જે સાહેદોનો પુરાવો, તબીબી પુરાવો તથા દસ્તાવેજી પુરાવો ધ્યાને લેવામાં આવે તો આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડસહિતાની કલમ ૩૨૫,૩૪ મુજબનો ચાર્જ બને છે. માટે આ ગુન્હામાં ભારે કલમ ઉમેરવી.

આ અરજી રાજકોટના એડી.સેશન્સ જજ કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષને રજુઆતો હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ફરીયાદીની હાલની અરજી નામંજુર કરેલી.

આ કામે આરોપી પક્ષે રાજકોટના વકિલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી.જાડેજા, દિપક ભાટીયા વગેરે રોકાયેલા.

(4:22 pm IST)