Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં આરોપીને જામીન પર છોડવાનો આદેશ

રાજકોટ તા. ૭ :.. પુત્રવધુ સાથે પુત્રના મિત્રના સંબંધોથી ચાલતી તકરારમાં ગુજરનારે મરતા પહેલા ચીઠ્ઠી લખી એસીડ પી આત્મહત્યા કરી લેવાના ગુનામાં વિરડા વાજડીના રહીશ કલ્પેશભાઇ ભીખાભાઇ ડાંગરને રાજકોટની સેશન્સ અદાલતે રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો ફરીયાદી જીજ્ઞેશના પિતા મરણજનાર રાજેન્દ્ર વ્યાસને આરોપી અવારનવાર  પોતાની પુત્રવધુની આડી અવળી  વાતો કરતા મરણ જનારે પોતાની જાતે એસીડ પી જતા સારવાર  દરમ્યાન મરણ જતા મોટામવાના રહીશ જીજ્ઞેશભાઇ રાજેન્દ્રભાઇએ વાજડી વીરડાના રહીશ કલ્પેશભાઇ ડાંગર સામે તાલુકા પોલીસ  સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ગુન્હામાં આરોપીની ધરપકડ થતા તેઓએ જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી દાખલ કરી હતી.

બન્ને પક્ષેની રજૂઆતો, પોલીસ પેપર્સ તથા રેકર્ડ પરની હકિકતો તથા દસ્તાવેજી પુરાવા લક્ષે લેતા અરજદારની તરફેણમાં અંતર્ગત સત્તાના ઉપયોગ કરવાનું મુનાસીફમાની અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવામાં આવેલ હતો.

ઉપરોકત કામના અરજદાર કલ્પેશ ડાંગર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સહદેવ દૂધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતાં.

(4:22 pm IST)