Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગણેશજીની માટીની મૂર્તિઓનું શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં 'પ્રદર્શન કમ વેંચાણ'નો પ્રારંભ

પોણો ફુટથી માંડીને અઢી ફુટની ૨૫૦ થી વધુ મોહક મૂર્તિઓ પ્રદર્શિત

રાજકોટ તા. ૬ : ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન બાદ જળ પ્રદુષણની સમસ્યાના ઉકેલરૂપે માટીની મૂર્તિઓની પહેલ થઇ રહી છે. ત્યારે રાજકોટમાં માનસીબેન અનિલભાઇ વણજારા દ્વારા ગણેશજીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પ્રદર્શન કમ વેંચાણ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજવામાં આવેલ છે. તા.૬ થી તા. ૧૨ સુધી સવારે ૧૧ થી ર અને સાંજે ૪ થી રાત્રે ૯.૩૦ સુધી ખુલ્લા રહેનાર આ પ્રદર્શનમાં ખાસ મહારાષ્ટ્રના કારીગરો દ્વારા માટીમાંથી તૈયાર કરાયેલ ગણેશજીની પોણો ફુટથી માંડીને અઢી ફુટ સુધીની મોહક મૂર્તિઓ પ્રદર્શીત કરવામાં આવી છે. માનસીબેન કણજારીયા (મો.૯૪૨૭૭ ૨૫૦૬૭) એ જણાવેલ છે કે આ મૂર્તીઓ માટીમાંથી તૈયાર થતી હોય જળમાં વિસર્જન કરતા જ માટી ઓગળીને વિસર્જીત થઇ જાય છે. જેથી જળ પ્રદુષણનો કોઇ પ્રશ્ન રહેતો નથી. તેઓએ ગણેશ ઉત્સવ સાથે જોડાયેલ ધાર્મિક વાતો વર્ણવતા જણાવેલ છે કે ગણપતિ દેવોના સેનાપતિ છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પુજા કરવા શીવજીનું વરદાન છે. સાત પૃથ્વીલોક, સાત સ્વર્ગલોક અને સાત નરક લોક એમ કુલ ૨૧ લોકનું વર્ણન પૂરાણોમાં મળે છે. તેથી ગણપતિને ધરાવવામાં આવતા કુલ મિષ્ટાન (મોદક) ૨૧ ની સંખ્યામાં હોય છે. મહારાષ્ટ્રમાં ગણપતિના ૨૪ અવતાર હોવાની માન્યતા છે. એમા શિવ પાર્વતીના પુત્ર ગણેશ અને અદિતિ-કશ્યપના પૂત્ર વિનાયક એ બે અવતાર વધુ મહત્વના છે. રિધ્ધી અને સિધ્ધી ગણપતિના પત્નીઓ છે. ગણપતિની પૂજા પછી તેમના માતા ગૌરી (પાર્વતી)ની પૂજાની પરંપરા છે.  (૧૬.૬)

 

(4:22 pm IST)