Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કરાર પાલન અંગે માણાવદરની કોર્ટમાં થયેલ દાવો નામંજુર

રાજકોટ તા. ૭: માણાવદરના સીવીલ કોર્ટમાં વાદી અલ્લારખ્ખાભાઇ ઇસ્માઇલભાઇએ પ્રતિવાદી જીવુબેન તથા અન્ય ૬-પ્રતિવાદી તેમજ પ્રતિવાદી નં. ૮ કિશોર વૃજલાલ ચોટલીયા સામે કરારના વિશીષ્ટ પાલનનો દાવો દાખલ કરેલ હતો અને વેચાણ દસ્તાવેજ ગેરકાયદેસર તથા રદ બાતલ ઠરાવવા દાવો દાખલ કરેલ અને માણાવદર તાલુકાના પીપલાણા ગામની સર્વે નં. ૧પ૮/૪ ની ર-ર૪-૧૯ હે.આરે.ચો.મી.ની જમીન ગુજ. સોલંકી છગન રાજા તથા તેના વારસોને હિસ્સે આવેલ જમીન પ્રતિવાદી નં. ૧ થી ૭ ના ને કુલ રૂ. ર,પ૭,૦૦૦/- માં વેચાણ કરવા અંગે તા. ૧-૧ર-ર૦૧૦ ના રોજ કરાર કરેલ છે અને તેઓએ વાદી પાસેથી અવેજ પેટેની રકમ રૂ. ર,૦૭,૦૦૦/- લીધેલ હતી તેમજ બાકીની રકમ રૂ. પ૦,૦૦૦/- તા. ૩૧/૩/ર૦૧૧ સુધીમાં વસુલ આપે દસ્તાવેજ કરી આપવાનો હતો પરંતુ વાદીએ કરાર વખતે જમીનનો શાંત, ખાલી, નિર્ભય કબ્જો સોપેલ પરંતુ વાદગ્રસ્ત જમીનનો દસ્તાવેજ આખરે વૃજલાલભાઇના પુત્ર કિશોરભાઇને તા. ર૯/પ/ર૦૧રના રોજ કરી આપેલ તેઓની સામે વાદીએ પ્રતિવાદી નં. ૧ થી ૮ સામે કાયમી મનાઇ હુકમ અને વિજ્ઞાપનની દાદ માંગેલ પરંતુ માણાવદરના ભુતપુર્વ જજ શ્રી મુલતાણીએ પ્રતિવાદી નં. ૮ સામેનોદાવો અને નં. ૧ થી ૭ ની સામે દાવો રદ કરેલ છે. આ દાવામાં વાદીની રૂ. ર,પ૭,૦૦૦/- રીફંડ આપવાની દાદ અપાવેલ નથી, પ્રતિવાદી નં. ૮ વતી એડવોકેટ નટુભાઇ ટી. ગોસાઇ રોકાયેલ હતા.

(4:22 pm IST)