Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જીવન વિમો લેવો જરૂરી

જીવન વિમો - કલ કુછ ભી હો શકતા હૈ

જીવન વિમા વિશે લગભગ સઘળા લોકો જાણે છે. પરંતુ આપણામાંના ઘણા લોકો જીવન વિમાની મહત્તા વિશે ખૂબ જ અજાણ છે. જીવન વિમો અપનાવવા થકી શું શું લાભાલાભ થાય છે તે બાબતથી લોકો સંપુર્ણપણે અજાણ છે. જીવનવિમા થકી જીવનમાં કેવા કેવા પ્લાનીંગ શકય છે તે વિશે તથા જીવનવિમા અંગેની જાગૃતતા ફેલાવવા વિશે આજે આ લેખ પ્રસ્તુત છે.

આજે આપણે આપણા અમુલ્ય જીવન અંગેની એક એવી બહુમુલ્ય જરૂરી બાબત આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે જે છે જીવન વિમો... લાઇફ ઇન્સ્યુરન્સ. વ્હાલા નાગરીકો જીવન વિમો એ ગઇકાલની પણ એક જરૂરીયાત હતી. આજની પણ એટલી જ જરૂરિયાત છે અને આવતીકાલની પણ તેટલી જ સદાય તે એક જરૂરિયાત રહેવાની છે. જેને કોઇપણ નાગરીક નકારી શકે તેમ નથી. સઘળા સમજદાર જાગૃત સુશિક્ષિત લોકો પોતાનું તથા પોતાના પરિવારનું જીવન વિમો અપનાવીને જીવન સુરક્ષીત કરી લેવા માંગતા હોય છે. કારણ જીવનમાં કુછ ભી હો શકતા હૈ - કલ કિસને દેખા હૈ - કલ હો ના હો - જબ હમ ના હોંગે - કુટુંબનો વડીલ હંમેશા આવુ વિચારતો હોય છે કે જયારે મારી ગેરહાજરી હશે ત્યારે મારા કુટુંબનું શું થશે, મારા કુટુંબના સભ્યોનું - બાળકોનું ભરણપોષણ - અભ્યાસની વ્યવસ્થા, બહેન દિકરીઓના સગાઇ - લગ્ન પ્રસંગો કેવી રીતે થશે ? તેવો ભય કુટુંબના વડીલને હંમેશા સતાવતો હોય છે. તેથી વડીલ વિચારે છે કે જીવન વિમો ખૂબ જ આવશ્યક છે. જીવન વિમો - લાઇફ ઇન્સ્યુરન્સ ઉતરાવવાથી વિમો પણ મળી જાય. એટલે કે કોઇપણ વ્યકિત તથા કુટુંબીજનોની જીંદગી પણ સુરક્ષીત થઇ જાય તે બહાને બચત પણ થઇ જાય તથા ઇન્કમટેક્ષમાંથી પણ બાદ મળે અને છેલ્લે પાકતી મુદ્દતે વિમો પાકતા જે વિમા રાશી પરત મળે તેના પર કોઇ જ ઇન્કમટેક્ષ ભરવાનો થતો નથી. તેથી કુટુંબનો વડીલ પોતે પોતાનો તેમજ કુટુંબના દરેક સભ્યોનો જીવનવિમો ઉતરાવવા પ્રેરાય છે. જીવનવિમાનો હેતુ ફકત ઇન્કમટેક્ષ ભરવામાંથી રાહત મેળવવા પુરતો નથી કે ફકત વ્યકિત પોતાનું તથા પોતાના કુટુંબનું જીવન સુરક્ષીત કરી લેવા પુરતુ નથી. પરંતુ જીવનવિમાની વિભિન્ન પોલીસી થકી બાળકોના અભ્યાસની, વ્યવસ્થા બહેન દિકરીઓના વિવિધ પ્રસંગો જેવા કે સગાઇ - લગ્ન - વિદેશમાં ઉચ્ચ કેળવણીના આયોજનો ગોઠવવામાં, વિદેશ પ્રવાસ - કાર ખરીદવા જેવા અન્ય લાંબાગાળાના આયોજનો પણ શકય છે. અરે એક બાબત તો રહી ગઇ એટલે કે પાછલી જીંદગીની સુરક્ષા - ઢળતી સાંજની સુરક્ષા એટલે કે પેન્શન.

જીવન વિમો અપનાવવાથી વિમાની પોલીસી દ્વારા કોઇપણ નાગરિક પોતાનું જીવન સુરક્ષીત કરી શકે છે પણ જરૂરિયાત છે ફકત જાગૃતતાની - સમજદારીની - જીવનવિમાની તલસ્પર્શી ઉપયોગીતાની તથા નાની વયથી જરૂરી આયોજનની. જીવન વિમા વિશે જાગૃતતાની ખરી, પણ ખૂબ જ જાગૃતતાની, કારણ જેમ નાની વય તેમ વિમા પ્રીમીયમ નીચુ, સમય વિતી જશે પછી ખૂબ જ મોડુ થઇ ગયુ હશે. કારણ આપ સહુ નાગરીકો જાણો છો કે જીંદગીની ગતી ખૂબ જ તેજ થઇ ગઇ છે. અકસ્માતો વધી ગયા છે. કુદરતી કહેર - આફતો વધી ગઇ છે. મહામુલુ જીવન સાવ સસ્તુ થઇ ગયુ છે. કોઇને કોઇની પડી નથી. કાલ સવારે કુટુંબનો આધાર મુખ્ય વડીલ કે કમાનાર વ્યકિત ચાલ્યો ગયો - શૂન્યા અવકાશ સર્જાઇ ગયો તો કુટુંબના સભ્યોનું શુ ? કુટુંબનું કોણ સગા વ્હાલા મિત્રો કંઇ કામકાજ હોય તો કહેજો... અમે આવી જઇશું. પણ કેટલા દિવસ... કુટુંબનું ભરણપોષણ કોણ કરશે... પાંચ પચ્ચીસ દિવસ... પછી... મિત્રો સગા વ્હાલાને ફોન કરશો તો જવાબ મળશે. સમય મળશે ત્યારે આવતા જતા ડોકુ તાણતા જઇશું હમણા અમારે કામ છે. પણ જો ઘરના સભ્યોએ જીવન વિમો ઉતરાવેલ હશે તો એ જ વિમા કંપની થકી આપ નાગરીકોએ વીમો ઉતરાવેલ હશે તો તે જ વિમા કંપની આપના કુટુંબનો સાચો તારણહાર બની રહેશે. તો આપણા દેશના વ્હાલા નાગરિકો વહેલી જાગૃતિ કેળવો - સમજદાર બનો - શિક્ષિત બનો - જીવનવિમાનું મહત્વ સમજો. જીવન વિમો ફકત ઇન્કમટેક્ષમાંથી રાહત મેળવવાનું માધ્યમ નથી. પરંતુ જીવનવિમો અપનાવવાથી આપના દરેક સપના પૂરા થાય છે. જેનાથી આપણામાંના મોટા ભાગના નાગરીકો અજાણ છે. વિમાના પ્લાનીંગ થકી આપણા જીવનના મહત્વના કાર્યો આસાનીથી પાર પાડી શકાય છે. કારણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ વાર્ષિક ટુકડે ટુકડે વિમા પ્રિમિયમ થકી મોટા સપના સાકાર કરી શકાય છે. જીવન વિમોએ એક આપણા જીવનનું મહત્વનું તેમજ અવિભાજય અંગ બની ગયુ છે. માટે વહેલામાં વહેલી તકે જીવનવિમો અપનાવી આપની તથા આપના કુટુંબની સુરક્ષા માટે બાળકોના ઉચ્ચ અભ્યાસના પ્લાનીંગ, બહેન દિકરીઓના વિવિધ પ્રસંગોના પ્લાનીંગ તથા જીંદગીના અતિ મહત્વના કાર્યો માટેના પ્લાનીંગ તેમજ આપની ઢળતી સાંજની સુરક્ષા માટે પેન્શનના આયોજનો બાબતે જીવનમિો અપનાવો અને આપના કુટુંબમાં ખુશાલી લાવો. જીવન વિમા પોલીસી અપનાવીને બચત થકી આપ આપનું ભવિષ્ય અને કુટુંબના સભ્યોનું ભવિષ્ય સુરક્ષીત કરો અને આપના કુટુંબમાં ખુશાલી લાવો.

આ લેખનો હેતુ ફકત આપણા દેશના નાગરીકોમાં જીવન વિમા અંગેની બહુમુલ્યતા દ્વારા જ આપણી સઘળી જરૂરીયાતો પુરી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેની જાગૃતતા ફેલાવવા અંગેનો છે. આપ સહુ નાગરીકોની શુભેચ્છા ચાહું છુ. (૪૫.૯)

ભુપેન્દ્ર મેઘજીભાઇ જયસીંગ મો. ૭૩૫૯૬ ૯૩૪૨૭

(4:20 pm IST)