Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ઓમ પિતૃ દેવતાભ્યો નમ

 આખો શ્રાવણ માસ શિવજીની ભકિત કર્યા બાદ હવે શ્રાવણના વિરામ સમયે પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવશે. અમાસ નિમિતે પિતૃ દેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે. અમાસ પૂર્વેના પહેલા બે દિવસ મહીલાઓ પીપળે પાણી રેડવા જાય છે. જયારે પુરૂષો અમાસના એક દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરે છે. ભાદરવી અમાસ નિમિતે જુનાગઢના દામોદરકુંડ-પ્રભાસ પાટણ પ્રાચી સહિત અનેક સ્થળોએ પાણી રેડવા મેળાવી માહોલ જામશે. આજથી પિતૃ તર્પણના દિવસો શરૂ થતા જ પીપળો, વડલો, ધ્રોખડ, તુલસી જેવા પવિત્ર વૃક્ષોને પાણી રેડતી મહીલાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)