Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુચિત સોસાયટીના અણઉકેલ પ્રશ્નોનો વહેલી તકે હલ લઇ આવોઃ ગોવિંદ પટેલ

રાજકોટ તા ૭ : સૂચિત સોસાયટીના અટકેલા કાર્યોનો માર્ગ કાઢી પૂર્ણ કરવા અંગે રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલે રાજકોટના પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજીને પત્ર લખી રજુઆત કરી છે.

પત્રમાં જણાવ્યું છે કે સરકારે નિર્ણય કરેલ છે કે ૨૦૦૦ ની સાલ સુધીમાં મકાન બની ગયેલ હોવું જોઇએ હકીકતે ૧૯૯૯ માં અટલજીની સરકાર વખતે યુ.એલ.સી. નો કાયદો રદ કર્યા પછી કોઇ સઇુચિત સોસાયટી બને નહિં પરંતુ ૧૯૯૯ સુધીમાં જે સોસાયટીઓ બની હોય ૧૯૯૬,૧૯૯૭,૧૯૯૮ અને તેના પ્લોટ ઘારકોએ ટુકડે ટુકડે પૈસા જમા કારવેલ હોય, મકાન બાંધકામના પૈસા ન હોય તેની મકાન બાંધેલ ન હોય પરંતુ સોસાયટી ૨૦૦ ની સાલ પહેલા બની છે આવી ૨૦૦૦ પહેલાની સોસાયટીના આધાર હોય તેવી સોસાયટીમાં મકાન ભલે ૨૦૦૦ પછી ગમે ત્યારે બનેલ હોય પણ તેને મંજુરી આપવી  જોઇએ.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું છેે કે ટી.પી.સ્કીમ બની તે વખતે જેતે ટી.પી.સ્કીમ માં આવતા ખેતરોના ટિપ્પણ મહેસુલ વિભાગમાં ન હોવાના કારણે અનેક સોસાયટીઓ સરકારના નિર્ણયની વંતિ રહી ગઇ છે. જેથી પ્રભારીમંત્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર ડી.આઇ.અલ.આર. મ્યુ.કકિશ્નર ટી.પી.ઓ વગેરેની સયુંકત બેઠક બોલાવી અવા પ્રશ્નનો નીવેડો લાવવો જોઇએ. કેટલાક સર્વે નંબરોમાં અમુક જગ્યા બિનખેતી થઇ ગઇ હોય અમુક જગ્યા યુેુ.એલ.સી. માં ગઇ હોય અને અમુક ખેતીની જમીનમાં સુસ્ચત સોસાયટી બનેલ હોય તેવા કિસ્સામાં પણ પેન્ડીંગ છે જે સયુંકત બેઠકમાં નિર્ણય કરી શકાય. એન રીતે કેટલીક સોસાયટી હાલમાં ટી.પી. રીઝર્વેશનમાં બોલે છે જે ૨૫ વર્ષથી વધારે વર્ષથી વસવાટ કરે છે જયારે સુચિત સોસાયટી બની ત્યારે ત્યાં કોઇ ટી.પી.સ્કીમ આવેલ ન હતી, પરંતુ સોસાયટીમાં મકાન બની ગયા તે ે ટી.પી.ઓએ ધ્યાનમાં લીધા વગર આવી જમીનો ઉપર રીઝર્વેશન નાખેલ છે જેના કારણે તે લોકો પણ પિડીત છે જેનો પણ યોગ્ય નિવેડો લાવવા અંતમાં ગોવિંદભાઇ પટેલે રજુઆત કરી છે.

(3:55 pm IST)