Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મજદુર કોંગ્રેસનું સંમેલન

 અસંગઠીત મજદુર કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના કો-ઓર્ડીનેટર સંઘશીલ મજુર નેતા મહેશભાઇ પાસવાન દ્વારા અસંગઠિત મજુરોના હીતોના રક્ષણ અર્થે ચર્ચા વિચારણા કરવા કોઠારીયા સોલવન્ટ મેઇન રોડ ખાતે એક સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં મજદુર કોંગ્રેસના પ્રદેશ ચેરમેન અશોક પંજાબીજી અને પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ ડો. હેમાંગભાઇ વસાવડાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ પરીહાર કો-ઓર્ડી. ઔદ્યોગીક મજદુર કોંગ્રેસ શહેરએ કરેલ.  સહયોગમાં યોગેન્દ્રપ્રસાદ, ક્રિષ્ન મુરારીજી, દિપક સિન્હા અને રામપ્યારે મોર્યાજી સાથે રહ્યા હતા.

(3:53 pm IST)