Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સૌ.યુનિ. આંતર કોલેજ રાયફલ શુટીંગ સ્પર્ધા

રાજકોટ : પત્રકારત્વ અને પરફોર્મિંગ આર્ટસ જેવા વિષયોનું શિક્ષણ આપતી અર્જુનલાલ હિરાણી કોલેજ  ઓફ જર્નાલિઝમ એન્ડ પરર્ફોમિંગ આર્ટસ કોલેજના યજમાનપદે તાતજેરમાં સૌરાષ્ટ્ર યુનિ. આંતર કોલેજ રાઇફલ શુટીંગ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં ૧૫ ગર્લ્સ અને ૧૭ બોયઝ કોલેજના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જય ઇન્ટરનેશનલ સ્કુલ કાલાવડ રોડ ખાતે યોજાયેલી આ સ્પર્ધાના ઉદ્દઘાટન પ્રસંગે સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, હિરાણી કોલેજના યુવા મેનેજીંગ ટ્રસ્ટી વિવેક હિરાણી, સીન્ડીકેટ સભ્ય ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. જયદીપસિંહ ચૌહાણ, ડી. વી. મહેતા, પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જોષી, મુકેશભાઇ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાઇફલ, પિસ્તોલની કેટેગરીમાં પાંચ પાંચ વિજેતાઓ જાહેર કરાયા હતા. સમગ્ર સ્પર્ધા માટે હિરાણી કોલેજના પ્રિન્સીપાલ ડો. ભારતીબેન રાઠોડના વડપણ હેઠળ પી.ટી.આઇ. ડો. રાજદીપસિંહ જાડેજા અને ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)
  • test access_time 8:37 am IST

  • રાજકોટ નંદા હોલ નજીક ભારતીનગર વિસ્તારમાં એક યુવાન દારૂ પીધેલી હાલતમાં કોઈના ઘરમાં ઘૂસ્યો : દારૂ પીધેલ યુવાન ને ટોળા એ મારીમારી મેથીપાક ચખાડ્યો : યુવાન ને અર્ધ નગ્ન હાલતમાં ચલાવી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો : લોકોના ટોળાએ દારૂ ના નશામાં ડૂબ યુવાનને માર મારી પોલીસ ના હવાલે કર્યો : મોડી રાત્રીના સમયે વિસ્તારના લોકો એકઠા થઇ યુવાન ને ભક્તિનગર પોલીસને હવાલે કર્યો : ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી ( વિડીયો અહેવાલ - સ્પીડ રિપોર્ટ ) access_time 2:47 am IST

  • ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશેઃ બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ access_time 11:58 am IST