Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

તું ભૈયાઓને ભગાડે છે...કહી ગોપાલ રજપૂત પર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો

અટીકા આરતી સોસાયટીમાં બનાવઃ રાજૂ પટેલ સહિત ત્રણ શખ્સો તૂટી પડ્યા

રાજકોટ તા. ૭: ઢેબર રોડ અટીકા  સાઇ બાબા મંદિર પાસે હનુમાનજીના મંદિર પાસે ૨૫વારીયામાં રહેતાં ગોપાલ જોરૂભાઇ હાડા (ઉ.૩૨) નામના રજપૂત યુવાનને તે ઘર નજીક આરતી સોસાયટી-૬માં હતો ત્યારે રાજુ પટેલ, એક ભૈયો તથા અજાણ્યા એક શખ્સે મળી ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કરી જમણો પગ ભાંગી નાંખતા સારવાર લેવી પડી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે ગોપાલ હાડાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. ગોપાલના કહેવા મુજબ પોતે ફ્રુટની લારી રાખી ધંધો કરે છે. રાજુ પટેલ સહિતનાને એવી શંકા હતી કે પોતે ભૈયા લોકોને ભગાડી મુકે છે. આ કારણે રાજુ, એક ભૈયા અને અજાણ્યા શખ્સે મળી માથાકુટ કરી ધોકા-પાઇપથી ફટકારી માથા, શરીર, પગે ઇજાઓ કરતાં પોતાને જમણા પગમાં ફ્રેકચર થઇ ગયું છે. પીએસઆઇ ડી.એન. વાંજાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:43 pm IST)