Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મગજ ભમતો હોવાથી જંગલેશ્વરની યાસ્મીને જાત જલાવીઃ ગંભીર હાલત

ધોરાજીના યુવાન સાથે છુટાછેડા બાદ માતા-પિતા સાથે રહે છ

રાજકોટ તા. ૭: જંગલેશ્વર-૨૮માં રહેતી યાસ્મીન સુલેમાનભાઇ સાંજી (ઉ.૩૦) નામની ત્યકતા મહિલાએ શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

યાસ્મીન બે બહેન અને એક ભાઇમાં નાની છે. તેના લગ્ન ધોરાજી ખાતે થયા હતાં. પણ બે વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા બાદ તે પિતા સુલેમાનભાઇ સાથે રહે છે. પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. યાસ્મીને જણાવ્યું હતું કે પોતાનો મગજ સતત ભમતો હોવાથી આ પગલું ભર્યુ હતું. ભકિતનગર પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૧૧)

(1:43 pm IST)