Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મહોરમના દિવસે કે કતલની રાતે જાહેર કે ખાનગી જગ્યાએ ઠંડા કે વિસર્જન કરવા-ઝુલુસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ

મહોરમ-તાજીયા સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું તાકીદનું જાહેરનામું : બે ફૂટથી ઊંચા તાજીયા બનાવવા,સ્થાપના કરવા કે જાહેર માર્ગ પર પરિવહન પર પાબંધી

રાજકોટ : રાજકોટ જિલ્લામાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ-તાજિયાની ઉજવણી કરાઈ છે આ વર્ષે મહોરમ-તાજિયાના સંદર્ભે કતલની રાત અને ઝુલુસ ચાંદ આધારિત આગામી તા,30 અને તા, 31 ના રોજ મહોરમ તાજિયાની ઉજવણી થનાર છે હાલમાં દેશમાં કોરોના મહામારી છે ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ કોઈપણ જાતના સામાજિક કે ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ દર્શાવે છે ત્યારે કલેકટર રેમ્યા મોહને જાહેરાનમું બહાર પાડીને કોઈપણ વ્યક્તિ મહોરમના દિવસે અને કતલની રાત્રે જાહેર કે ખાનગી જગ્યાએ ઠંડા કે વિસર્જન કરવા-ઝુલુસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધફરમાવાયો છે

 

 ઉપરાંત તાજીયા બે ફૂટથી વધારે ઊંચાઈના બનાવવાં,સ્થાપના કરવા કે વિસર્જન કરવા કે જાહેર માર્ગ પર પ્રાઇવહન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે

 કોઈપણ જાહેર સ્થળ પર કે સામુહિક રીતે સોયટી મહોલ્લા,આયોજકો કે કમિટી દ્વારા જાહેરમાં તાજીયા કે આવા કોઈ અન્ય ધાર્મિક ચિન્હોની સ્થાપના અને તાજિયાની સ્થાપના માટે જાહેરમાં મંડપ,પંડાલ,ડેકોરેશન કે અન્ય કોઈ હંગામી સ્ટ્રક્ચર ઉભું કરવા તેમજ હદરમિક વિધિ માટે લાઇડ સ્પીકર કે ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે

(10:57 pm IST)