Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવતા ચહલ એકેડેમીનું એક વર્ષ સંપન્ન

ECI દ્વારા બેસ્ટ-ઇન્સ્ટીટયુટનો એવોર્ડ એનાયત થયો

પત્રકાર પરીષદમાં માહિતી આપતા ચહલ એકેડેમીના શ્રી ભટ્ટ અને શ્રી દવે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭: શહેરના મહિલા કોલેજ ચોક નજીક આવેલ ચહલ એકેડમીએ સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે.

યુ.પી.એસ.સી.  સિવિલ સર્વિસીસની તૈયારી કરાવતી ચહલ એકેડમી પ્રા. લી.  ના રાજકોટ સેન્ટરે  ના સી.એફ.ઓ.  અને ગુજરાતના ડાયકેરકટરશ્રી શર્વમ દવે અને રાજકોટ બ્રાન્ચના એક વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ચહલ એકેડેમી રાજકોટના ડાયરેકટર ડો. નિરવ ભટ્ટ દ્વારા આયોજિત પત્રકાર પરીષદમાં એકેડેમીની રૂપરેખા આપી હતી.

ડો. નિરવ ભટ્ટ અને શ્રી દવેએ જણાવ્યું હતું કે ચહલ એકેડેમી (CAPL) ને જાન્યુઆરી ર૦ર૦માં એજયુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ECI) દ્વારા ગુજરાતની BEST CIVIL SERVICES INSTITUTE AWARD એનાયત કરવામાં આવેલ છે. આ સંસ્થા છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં કાર્યરત છે અને અત્યાર સુધીની ગુજરાતની પ્રથમ ઇન્સ્ટિયુટ છે જેની સમગ્ર દેશમાં અઢારથી વધારે બ્રાન્ચ છે. બે નવા કોર્ષ લોન્ચ  કરી જે લોકડાઉન પછી ચાલુ થશે અને તે સમય દરમ્યાન ઓનલાઇન લેકચર્સ લેવાશે. જેમાંથી એક જી.પી.એસ.સી. કલાસ વન-ટુ ના તાલીમ વર્ગો શરૂ થશે તેમજ સાથે યુ.પી.એસ.સી., એન.ડી.એ./સી.ડી.એસ.ના તાલીમ વર્ગોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

(4:13 pm IST)