Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આ વર્ષે હૈયે રોશની...

'અકિલા' ચોક અને એસ્ટ્રોન ચોકમાં 'અકિલા' ગ્રુપ દ્વારા પ્રતિવર્ષે રોશની - સુશોભન થાય છે, આ વર્ષે મહામારીના કારણે આયોજન સ્થગિત

'અકિલા' સાંધ્ય દૈનિક દ્વારા જન્માષ્ટમી પર્વને વધાવવા પ્રતિવર્ષ અકિલા ચોક અને એસ્ટ્રોન ચોકમાં રોશની - સુશોભન કરવાની પરંપરા છે, જે આ વર્ષે સ્થગિત રાખવામાં આવી છે.

કોરોના મહામારીને કેન્દ્રમાં રાખીને અકિલા ગ્રુપે આ નિર્ણય કર્યો છે. તહેવારો પર લોકો ઘરમાં રહીને કૃષ્ણ જન્મોત્સવ વધાવે અને મહામારીથી બચે તેવો ઉદ્દેશ આ નિર્ણય પાછળનો છે. આ વર્ષ જન્માષ્ટમીએ હૈયે - દિલમાં ભકિતભાવની રોશની ઝગમગાવીશું અને મહામારીને મ્હાત કરીશું... જય શ્રી કૃષ્ણ...

(3:17 pm IST)
  • ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય વેગવંતુ : નિયત સમયમાં કામ પુરૂ કરવાનું લક્ષ્ય :રામનગરીમાં એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ બનશે : અયોધ્યાથી ચિત્રકુટ, મધ્યપ્રદેશ વચ્ચે ૩૦૦ કરોડના ખર્ચે રામજીના વનવાસ દરમિયાનના સ્થળોને જોડતા કોરીડોરનું નિર્માણ access_time 12:58 pm IST

  • બિહારમાં પુરની સ્થિતિ હજુ પણ ગંભીર : બાગમતી, ગંડક, રુણી ગંડક નદીઓ ભયજનક સપાટીથી ઉપર : 16 જિલ્લાની 69 લાખ વસતી પુરથી પ્રભાવિત, :આસામમાં પુરની સ્થિતિ સુધારો: પશ્ચિમ તટિય વિસ્તારોમાં ભારે વરસાદ access_time 10:39 am IST

  • રેલવે મંત્રાલયની નવી પહેલ :આજથી દેશમાં ચાલશે દેશની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન: મહારાષ્ટ્રથી બિહારની વચ્ચે ચાલશે આ સ્પેશિયલ ટ્રેન : જલદી ખરાબ થઈ જતાં ખેત ઉત્પાદનોને યોગ્ય સમયે નક્કી કરેલી જગ્યાએ પહોંચાડાશે access_time 10:39 am IST