Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આજી-ભાદર-ન્યારીમાં અડધાથી સવા ફુટ નવા પાણીની આવક

લાલપરી તળાવ છલકાવવામાં દોઢ ફુટનું છેટુ

રાજકોટ તા. ૭: શહેર-જીલ્લામાં આષાઢી માહોલ છવાયો છે. સતત બે દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના  આધાર સ્તંભ સમો આજી-૧, ન્યારી,૧ અને ભાદર આ ત્રણેય ડેમોમાં  ૧.૨૫ ફુટ થી ૦.૩૦ ફુટ સુધી નવા નીરની આવક થઇ હતી.

 શહેરને પાણી પુરૂ પાડતા આજી-ન્યારી-ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી સવા ફુટ નવા પાણીની આવક થતાં આ તમામ ડેમોની કુલ સપાટીમાં વધારો થયો છે. જેમાં આજીમાં અડધો ફુટ પાણી આવતા તેની સપાટી ૨૫ ફુટે પહોંચી છે. જયારે ન્યારીમાં પણ અડધો ફુટ નવા પાણીની આવક થતા આ ડેમની સપાટી ૨૩.૬૨ ફુટે પહોંચી છે અને ભાદર ડેમમાં ૧.૧૦ ફુટ નવુ પાણી આવ્યું છે. આ ડેમ ૨૫.૨૦ ફુટે પહોંચ્યું છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં  આજી-૧માં  ૦.૭૫ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૫.૩૫  ફુટે પહોંચી છે. ડેમમાં જળ જથ્થો ૬૮૭ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. જયારે ન્યારી-૧માં અડધો ફુટ નવુ પાણી આવતા હાલની સપાટી ૨૩.૬૨ ફુટે પહોંચી છે અને ડેમમાં જળ જથ્થો ૭૬૦ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આ ઉપરાંત ભાદર-ડેમમાં ૧.૧૦ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૫.૨૫ ફુટ પહોંચી છે.ડેમમાં જળ જથ્થો ૩૨૭૬ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં  નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે. (૨૮.૩)

શહેરને પીવાનું પાણી પુરૂ

પાડતા જળાશયોની સ્થિતિ

ડેમનું નામ

નવુ પાણી

હાલની સપાટી

કુલ સપાટી

 

ફૂટમાં

ફૂટમાં

ફૂટમાં

આજી-૧

૦.૭૫

૨૫.૩૫

૨૯

ન્યારી-૧

૦.૩૦

૨૩.૯૦

૨૫.૦૯

ભાદર

૧.૧૦

૨૫.૨૫

૩૪

(3:17 pm IST)