Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

શ્રાવણ મહિનામાં ભેળસેળ અટકાવવા ફરાળી વાનગીઓના છ નમૂના લેતુ તંત્ર

પ્રહલાદ પ્લોટ, કાલાવડ રોડ, રૈયા ચોકડી, અમીન માર્ગ વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકીંગઃ ફરાળી લોટ, ફરાળી ખાખરા-ફુલવડી-કુકીઝનાં નમૂનાઓ લેવાયા

રાજકોટ, તા. ૭ : શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીમાં ભેળસેળ અટકાવવા મ્યુ. કોર્પોરેશનમાં ફૂડ વિભાગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ૬ ફરાળી વાનગીનાં નમૂનાઓ લીધા હતાં.

આ અંગે સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષીને શહેરીજનો ઉપવાસ કરતા હોય છે બિન ફરાળી ખાદ્યપદાર્થો ખાઇ ઉપવાસ ન ભાંગે તે માટે અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ચેકીંગ કરવામાં આવેલ છે.જેમાં  ફરાળી વાનગીનાં નમૂનાઓ લઇ પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.

જે નમૂનાઓ લેવાયા છે તેમાં વેલબેકડ વુલ વીટ ફરાળી ખાખરા-કે.ડી.સેલ્સ કોર્પોરેશન, રૈયા સર્કલ, ટેસ્ટી બ્રાન્ડ ફરાળી કુકીઝ- કૃપા એન્ટરપ્રાઇઝ, કાલાવાડ રોડ, સુરજ બ્રાન્ડ ફરાળી ખાખરા (૨૦૦ ગ્રા.મ. પેકડ)- ગુજરાત ટી સેન્ટર, પ્રહલાદ પ્લોટ મેઇન રોડ, કટક બટક બ્રાન્ડ ફરાળી ફુલવડી(૨૦૦ ગ્રા.મ. પેકડ)- મહાદેવ માર્કેટીંગ, ૧૫૦' રીંગ રોડ, ટેસ્ટી બ્રાન્ડ ફરાળી ખાખરા(૨૦૦ ગ્રા.મ. પેકડ)-     ગોલ્ડન સુપર માર્કેટ, રૈયા રોડ, ફરાળી લોટ     ચંદન પ્રો. સ્ટોર- અમિન માર્ગ વગરેનો સમાાવેશ થાય છે. આ નમૂનાના રીપોર્ટ આવ્યે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)