Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

નવરાત્રીમાં રેસકોર્સ સહિત ૯ મેદાનો અર્વાચીન રાસોત્સવ માટે ભાડે આપવા ટેન્ડરો

પ્રતિદિન-પ્રતિ ચો.મી.ના રૂ.પ-૬ની અપસેટ

રાજકોટ, તા. ૭ : આગામી નવરાત્રી દરમિયાન અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતી સંસ્થાઓને રેસકોર્સ સહિતના ૯ મેદાનો ભાડે આપવા માટે મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ મેનેજમેન્ટ વિભાગે ટેન્ડરો પ્રસિદ્ધ કર્યા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્ષના બે મેદાનો નાના મૌવા સર્કલ, સાધુવાસવાણી , પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસે, પૂ. રણછોડદાસ બાપુ કોમ્યુનીટી હોલ (પારેવડી રોડ) પાસે, અમીન માર્ગના છેડે, મોરબી રોડ મધુવન પાર્કના બે મેદાનો સહિત કુલ ૯ મેદાનો નવરાત્રી દરમિયાન પ્રતિદિન-પ્રતિ મો.મી.ની રૂ. પ-૬ ની અપસેટ કિંમતના ટેન્ડરો પ્રસિદ્ધ કરાયા છે.

આ ટેન્ડરો અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતી સંસ્થાઓએ ભરી ર૦ ઓગષ્ટ સુધીમાં મ્યુ. કોર્પોરેશનની હિસાબી શાખામાં પહોંચતુ કરવાનું રહેશે. ટેન્ડર આ સ્થળેથી જ મળશે. ર૧ ઓગષ્ટે આ ટેન્ડરો ખોલવામાં આવશે. ટેન્ડર સાથે રૂ. ૧ લાખ ઇ.એમ.ડી. ભરવાની રહેશે.

જે મેદાનો ભાડે આપવા ટેન્ડરો પ્રસિદ્ધ થયા છે તેના નામ અને મેદાનનું ક્ષેત્રફળ આ મુજબ છે. (૧) રેસકોર્સ વિભાગ-એ, (સામેલ નકશા મુજબ) (૧૧,૪૩૦ ચો.મી.) (ર) રેસકોર્સ વિભાગ-બી (૧૧,૪રપ ચો.મી.)  (૩) નાનામવા સર્કલ પેટ્રોલ પંપ પાસેનો પ્લોટ (૯૪૩૮ ચો.મી.) (૪) સાધુવાસવાણી રોડ, રાજપેલેસ સામેનો પ્લોટ (પ૩૮૮ ચો.મી.), (પ) પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ બાજુમાં, રૈયા રોડ (૩૦૭૩ ચો.મી.) (૬) પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, પાસે આવેલ ટી.પી. પ્લોટ (૬પ૦૦ ચો.મી.) (૭) અમીન માર્ગ કોર્નર, ઝેડ-બ્લુની સામે આવેલ ટી.પી. પ્લોટ (૪૬૬૯ ચો.મી.) (૮) એફ.પી.નં.૯૪ મધુવન પાર્ક પાસે, મોરબી રોડ (૬૩૭૧ ચો.મી.) (૯) એફ.પી.ના ૯પ મધુવન પાર્ક પાસે, મોરબી રોડ (પ૧૯૦ ચો.મી.)

(3:44 pm IST)