Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

'' દીકરાનું ઘર'' વૃધ્ધાશ્રમને જૈન પરિવાર તરફથી વાહન અર્પણ

રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ વિક્રમ વાલ્વ પ્રા.લિ.ના સ્થાપક સ્વ.રામકુમાર જૈન, આર.કે. જૈન પરિવાર તરફથી ''દીકરાનું ઘર'' વૃધ્ધાશ્રમને રૂ ૩/- લાખનાં દાનથી સંસ્થાની જરૂરીયાત મુજબનું ટાટા એસ. વાહન અર્પણ કરાયું હતું. જેનો એક ગરીમાપૂર્ણ કાર્યક્રમ '' દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના ઓડીટેરીયમ ખાતે યોજાયો હતો. વિક્રમ વાલ્વ પ્રા. લિ. ના યુવાન સંચાલક વિક્રમભાઇ જૈન શહેરના જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, કમલ શર્મા, ડો. રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત અનુપમ દોશીએ કરેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત વલ્લભભાઇ સતાણીએ જૈન પરિવારના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. સંસ્થાના મુકેશ દોશીએ જૈન પરિવાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે વિક્રમભાઇ જૈને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની સેેવા પ્રવૃતિ બેનમુન છે. અહીં માવતરોની ઉતમોતમ સેવા થાય છે. સેવાનિષ્ઠા અને પવિત્ર ભાવથી જોડાયેલા ચુનંદા સેવકોની બે દાયકાની સેવા પ્રવૃતિ અદભુત છે. આ પ્રસંગે જૈન પરિવારનાં સોનીયાબેન જૈન, અરહંત જૈન, આહના જૈન, ઉપસ્થિત રહયા હતા. સંસ્થાના સુનિલ વોરાએ આભાર દર્શન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન મુકેશ દોશીએ કરેલ. સમગ્ર કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના સ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશીનાં માતુશ્રી સ્વ. ચંદ્રિકાબેન દોશીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું. કાર્યક્રમને યશસ્વી બનાવવા ઉપેન મોદી, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા, અશ્વિનભાઇ પટેલ, ગિરીશભાઇ અકબરી, આશિષ વોરા, સાવન ભાડલીયા, પ્રિતી વોરા, કલાબેન પારેખ, અલ્કા પારેખ, અંજુબેન સુતરીયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, રૂપા વોરા, હરીશભાઇ હરીયાણી, હેતલબેન માવાણી, પરિમલભાઇ જોષી, ઉપીન ભીમાણી, મહેશભાઇ જીવરાજાની, હસુભાઇ શાહ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)