Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અતુલ મોટર્સ-ધી એટલાન્ટિક- આનંદ કોમ્પલેક્ષ -સ્વામિનારાયણ ગુરૂકુળ સહિતનાં સ્થળોએ મચ્છર ઉત્પતિઃ ૧૬ હજારનો દંડ

નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ સહિત મેલેરિયાની ટૂકડીનું ચેકીંગ

રાજકોટ તા. ૭ : ઙ્ગશહેરમાં માખી - મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે તાવ-શરદી-ઉધરસનો રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે દવા છંટકાવ - મચ્છર ઉત્પતીનાં ચેકીંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વેય અતુલ મોટર્સ પ્રા લી., સરદાર પાર્ક, ઘી એટલાન્ટિક, રજવાડી મેળો,   એ ટુ ગેરેજ સહિતના સ્થળોએ મચ્છરોનાં ઉપદ્રવ અંગે નોટીસ ફટકારી રૂ. ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિરપાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છર ઉત્૫તિ અટકાયત માટે હાલ જે ઝુબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય ત્વે બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં મચ્છરની ઉત્પતિ મળી આવે છે. એેડીસ મચ્છર દિવસે જ કરડે છે. તથા ૧૦૦ થી ૩૦૦ મીટર સુઘી ઉડી શકતા હોય જયાં ઉત્પન્ન થઇ આજુ બાજુ રોગ ફેલાવે છે. આથી બાંઘકામ સાઇટ ૫ર કામ કરતા મજુરો, કોર્મશીયલ કોમ્૫લેક્ષમાં કામ કરતા ઘંઘાર્થીઓને ડેન્ગ્યુ થવાનો ભય રહે છે ત્યારે મેલેરિયા શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોગચાળો અટકાવવા મચ્છર ઉત્પતિના ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અતુલ મોટર્સ પ્રા.લી. (મારૂતિ સર્વિસ સ્ટેશન) - યુનિ. રોડ, સરદાર પાર્ક - મોરબી રોડ પરની અલગ અલગ બાંધકામ સાઇટ, ધી એટલાન્ટિક - જય સરદાર રોડ બાંધકામ સાઇટ - કોઠારીયા રોડ, સ્વામિનારાયણ ગુરૂકુળ - મચ્છર ઉત્પતિ સબબ, રજવાડી મેળો - ૧૫૦ ફુટ રીંગ રોડમાં, આનંદ કોમ્પલેક્ષ - બંગલા ચોક સેલરમાં, રૂદ્ર પ્રયાગ એપાર્ટમેન્ટ - સર હરીલાલ ગોરસીયા માર્ગ બાંધકામ સાઇટ, જય બજરંગ પાઉંભાજી અને ચાપડી શાક - રૈયા રોડમાં, ધ સ્ટેટ્સ બાંધકામ સાઇટ - મવડી મે. રોડ, નિરંજન એન્જીનિયરીંગ - મણિનગર, એ ટુ ગેરેજ - રૈયા રોડ આમ્રપાલી સહિતના સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂ. ૧૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(4:17 pm IST)