Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ચુનારાવાડ વિસ્તારમાં પ્લાસ્ટીક જપ્તી ઝૂંબેશમાં માથાકુટ

ચુનારાવાડમાંથી પ૦૦ કિલો પ્લાસ્ટીક ઝડપી લેવાયું: ર૦ હજારનો દંડ કોર્પોરેશનની ૩ ઝોનના વિસ્તારમાંથી પ૬૪ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તઃ ૭૬ હજારનો દંડ

રાજકોટ,તા.૭: મહાનગરપાલિકા ધ્વારા રાજકોટ શહેરમાં ફાકીના પ્લાસ્ટીક(પાન પીસ)ના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ  શહેરનાં વિવિધ વિસ્તારમાં સોલીડ વેસ્ટ શાખા દ્વારા વેપારીને ત્યૌ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગમાં કુલ ૫૬૪ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં  આવ્યુ હતુ. જયારે ચુનારાવાડ ચોક વિસ્તારમાં પ્લાસ્ટીક જપ્તી ઝુંબેશ વખતે કેટલાક શખ્સોએ કામગીરી અટકાવવા પ્રયાસ કરી માથાકુટ કરતા તંગદીલી ફેલાઇ હતી જોકે પોલીસ બંદોબસ્ત હોવાથી ઇન્સ્પેકટરોએ આ વિસ્તાર માંથી ૫૦૦ કિલો પ્રતિબંધીત પાન-ફાકીનાં પ્લાસ્ટીક જપ્ત કરી ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પુર્વ-ઝોન

પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ  ચુનારાવાડ ચોક, પારેવડી ચોક, કુવાડવા રોડ, સર્વિસ રોડ, આડો પેડક રોડ, પાંજરાપોળ, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ, રણછોડનગર મે. રોડ વગેરે પર ફાકી પ્લાસ્ટીક(પાન પીસ) તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જપ્ત કરેલ પ્લાસ્ટિક – ૫૧૦.૫૦ કિ. ગ્રામ, આસામી – ૩૮, વહિવટી ચાર્જ  રૂ. ૩૦,૧૦૦ વસુલવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમ્યાન બાતમીને આધારે ચુનારાવાડ ચોકમાં આવેલ ગુરૂનાનક એજન્સીમાં ચેકીંગ કરતા ઉગ્ર વાતાવરણ વચ્ચે ખૂબ જ માથાકુટ બાદ ૫૦૦ કિ.ગ્રા. ફાકીના પ્લાસ્ટીક જપ્ત કરી અને રૂ. ૨૦,૦૦૦/- નો વહિવટી ચાર્જ વસૂલ કરેલ છે.   

     આ કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાદ્યેલા, શ્રી વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી ડી. એચ. ચાવડા, શ્રી એમ. એ. વસાવા, શ્રી પ્રફુલ ત્રીવેદી, શ્રી એન. એમ. જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, શ્રી પ્રશાંત વ્યાસ, શ્રી એચ. એન. ગોહિલ, શ્રી એ. એફ. પઠાણ, શ્રી ભુપત સોલંકી, શ્રી ભરત ટાંક, શ્રી અશ્વિન વાદ્યેલા, શ્રી જે. બી. વોરા, શ્રી આર. જે. વાદ્યેલા તથા શ્રી જય ચૌહાણ ધ્વારા કરવામાં આવેલ હતી.      

સેન્ટ્રલ ઝોન

 રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન પેલેસ રોડ, રેસકોર્સ રીંગ રોડ, ગોંડલ રોડ, જંકશન રોડ, પરાબજાર રોડ, એમ.જી.રોડ, ગોકુલધામ મેઈન રોડ, ખોડીયાર નગર, ૮૦ ફૂટ રોડ પર કુલ – ૭૯ આસામીઓ પાસેથી ૩૨.૭૦૦ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત ચા ના કપ, પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક તથા રૂ/- ૨૬,૯૫૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.   

આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડએચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

વેસ્ટ ઝોન

 વેસ્ટ ઝોન ખાતેના શાસ્ત્રી નગર મે. રોડ, જીવંતીકા મે. રોડ, અતીથી ચોક, નાનામવા રોડ, સાદ્યુવાસ્વાણી રોડ, સત્યસાંઇ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ (મવડી ચોકડી થી રાદ્યે ચોકડી) ૫ર આવેલ કુલ ૫૮ પાન માવા દુકાનો દ્વારા પાન માવા પ્લાસ્ટીક વ૫રાશ કરવામાં આવતા મુખ્યત્વે ખોડીયાર પાન, ડીલકસ પાન, શિવમ પાન, સદગુરૂ પાન, આશાપુરા પાન, અતુલ આઇસ્ક્રીમ ૫ટેલ આઇસ્કીમ, રજવાડી રાખડી, સાંકેત ફાર્મસી વગેરે પાન માવા દુકાનદ્યારકો પાસેથી પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જેમાં ૫૮ વેપારીને ત્યાંથી ૨૨- કિલો પ્લાસ્ટીક  જપ્ત કરી ૧૮,૯૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા, રાકેશ શાહ ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, મૈાલેશ વ્યાસ, મનોજ વાદ્યેલા, કૈાશીક દ્યામેચા, તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, વિશાલભાઇ મયુરભાઇ, ભાવેશભાઇ, ગૈાતમભાઇ, નિતીનભાઇ,  ભાવનાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે.તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)