Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

રૈયાધારની સગીરાનું અપહરણ કરનાર શાપરના રાકેશને લીંબડી પોલીસે દબોચ્યો

ઓનેસ્ટ હોટલે આવ્યાની બાતમી પરથી પકડી લઇ યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૭: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિંન્દર પ્રતાપસિંહ પવાર ર્ંદ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પણ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હોઇ  તે અનુસંધાને રાજકોટ શહેરના રૈયાધારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને ભગાડી જનારા શાપરના શખ્સને લીંબડી પોલીસ દ્વારા પકડી લેવાયો છે.

આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી રાકેશ વોરા (રહે. શાપર વેરાવળ) સગીરાને લઇને ભાગ્યો ત્યારથી લીંબડી તરફ હોવાની હકિકત રાજકોટ શહેર પોલીસ દ્વારા લીંબડી પોલીસને આપવામાં આવી હતી. આરોપીની વિગત તથા તેના વિરુદ્ઘ નોંધાયેલ ગુન્હાની વિગત પણ રાજકોટ પોલીસ પાસેથી વ્હોટ્સએપ મારફત ે લીંબડી પોલીસે મેળવી હતી. પણ જયારે પોલીસ તપાસમાં જાય ત્યારે નાશી જતો હતો.

અંતે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.જી.પરમાર, જે. ડી. મહિડા, એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ, બાબુભાઇ, વલ્લભભાઈ, ભરતભાઇ, ડ્રાઈવર જયેશભાઇ સહિતના સ્ટાફને ચોક્કસ બાતમી મળતાં લીંબડીની ઓનેસ્ટ હોટલ ખાતેથી આરોપી રાકેશ દિનેશભાઇ વોરા (ઉ.વ. ૨૧-રહે. શીતળા માતાના મંદિર પાસે, શાપર તા. કોટડા સાંગાણી જી. રાજકોટ)ને પકડી લઇ રાજકોટ યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ છે.  રાકેશે પોલીસને જણાવ્યું હતું કે સગીરા સાથે પ્રેમ સંબંધ હોઈ, રાજીખુશીથી લગ્ન કરવા નાશીને લીંબડી તરફ આવ્યો હતો. રાજકોટ પોલીસ કબ્જો મેળવ્યા બાદ વિશેષ પુછતાછ કરશે.

(4:12 pm IST)