Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટ : રૂદ્ર શકિત ક્ષત્રિય મહિલા  સેવાકીય સંસ્થાન દ્વારા આગામી તા. ૧૧ ના શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ પ્રસંગે યુવરાણી કાદમ્બરીદેવી,  રોહીણીબા જાડેજા પ્રખર રામાયણી ઉપાસક ગીતાબા જાડેજા ધારાસભ્ય ગોંડલ, હર્ષાબા જાડેજા રીબડા, વિણાબા જાડેજા ઉપાધ્યક્ષ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, ચેતનાબા જાડેજા પ્રમુખ રાજપુત કન્યા છાત્રાલય કચ્છ, ગાયત્રીબા વાઘેલા કોર્પોરેટર, ગીતાબા વાઘેલા સામાજીક અગ્રણી અમદાવાદ, નીાલબા જાડેજા રાજપરીવાર જામનગર, સરોજબા જાડેજા બરોડાથી ખાસ ઉપસ્થિત રહેશે. વિશેષમાં વિરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ કચ્છ રાજપુત ક્ષત્રિય સભા, ધારાસભ્ય મુંદ્રા માંડવી, પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય જામનગર, મયુરસિંહ જાડેજા અમદાવાદ ખાસ ઉપસ્થિતચ રહેશે. માયાબા જાડેજાની આગેવાની હેઠળ આયોજીત આ કાર્યક્રમના મુખ્ય આયોજક ડો. અનુષ્કાદેવી જયવીરસિંહ જાડેજા છે. ક્ષત્રિય સમાજના દિકરી અને પુત્રવધુઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તાલી રાસ, દાંડીયા રાસ, ઘુમ્મર રાસ, ભરત નાટયમ, ફોક ડાન્સ, સોલો, એકાંકી પાત્ર, નાટક જેવી કૃતિઓ રજુ કરાશે. તેમ માયાબા જાડેજા શાપર વેરાવળ (મો.૯૭૨૨૨ ૦૩૦૩૩) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૫)

(4:08 pm IST)