Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

બાંધકામ શ્રમયોગી યુનિયનની મીટીંગ : મળવાપાત્ર લાભો અંગે માગદર્શન

રાજકોટ : શહેરના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે ત્રિશુલ ચોક, સહકાર મેઇન રોડ ખાતે બાંધકામ શ્રમયોગી યુનિયનની મીટીંગ મળી હતી. શ્રમીકોના બાળકોને મળવા પાત્ર શૈક્ષણિક સહાય અંગે બોર્ડના સૌરાષ્ટ્ર કચ્છ રીજયોનલ અધિક્ષક જે. સી. વ્યાસ, જિલ્લા પ્રોજેકટ મેનેજર વિપુલભાઇ જાનીએ માર્ગદર્શન આપેલ. શ્રમીકોના અણઉકેલ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. સમગ્ર મીટીંગને સફળ બનાવવા યુનિયનના હોદેદારો જયદીપભાઇ કાચા, વિનુભાઇ સોલંકી, ભુપતભાઇ ચાવડા, પરેશભાઇ સાપરીયા, નિલેશભાઇ ચાવડા, કિશોરભાઇ ચોટલીયા, ભરતભાઇ રાબા, અમિતભાઇ કાચા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)

(4:08 pm IST)